Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડીમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર હજારો હિન્દુઓ પહોંચ્યા

  • August 10, 2024 

બાંગ્લાદેશમાં સત્તાપલટો થયા બાદ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અતિગંભીર છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે. ભારત સરકાર પણ હવે ખૂલીને હિન્દુઓની સુરક્ષા મામલે બાંગ્લાદેશને સંદેશ આપી રહી છે. ત્યારે ભારતની સરહદ પર પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. મોટી સંખ્યામાં ભીડ ભારત આવવા માટે સરહદ પર એકઠી થઈ રહી છે. બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ પર થઈ રહેલ હુમલા બાદ મોટી સંખ્યામાં લોકો સરહદની પાર એકત્ર થઈ રહ્યા છે. પરિસ્થિતિને જોતાં સેનાએ પહેલેથી જ મોટી સંખ્યામાં BSF જવાનોને સરહદ પર તૈનાત કરી દીધા.


શુક્રવાર સવારથી જ ગેંબડા જિલ્લાના ગેંદુગિરિ અને દેખવા ગામ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના શરૂ થઈ ગયા હતા. બીજી તરફ કૂચબિહારમાં પણ સહ્રદ પાસેના ગામોમાં મોટી સંખ્યામાં લોકો ઊભા છે. ભારતના જવાનો સતત આ લોકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડીમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર એક હજારથી વધુ હિન્દુઓ પહોંચી ગયા હતા. આ તમામ લોકો બોર્ડર પાર કરીને ભારત આવવા માંગતા હતા.


જોકે BSFના જવાનોએ તેમને સીમા પાર જ રોકી રાખ્યા છે. સતત આવી ઘટનાઓના કારણે BSFએ હવે પેટ્રોલિંગ વધારી દીધી છે. જે સરહદ પર કાંટાની વાડ નથી ત્યાં જવાનો દ્વારા વાડ લગાવવામાં આવી રહી છે. જોકે સરહદી ગામોમાં જોવા મળ્યું હતું કે ભારતના હિન્દુઓ બાંગ્લાદેશી હિન્દુઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર કૂચબિહારમાં કેટલાક લોકો નદી-નાળામાંથી થઈને ભારતમાં આવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. જોકે BSFના જવાનોએ તેમને રોકી દીધા હતા. સરહદ પાર કરીને ભારત આવવા માંગતા લોકો 'ભારત સરકાર દરવાજા ખોલો'ના નારા પણ લગાવી રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application