વાલોડ તાલુકાનું ભીમપોર ગામ પ્રાથમિક સુવીધાથી વંચીત રહિ ગયુ છે. પાક્કા રોડ રસ્તા, ગટર, હાલ બંદ હાલતમાં પડેલી સ્ટ્રીટલાઈટ તેમજ પિવાનુ પાણી જેવી પાયાની સુવિધા માટે વર્ષોથી ગ્રામજનો જંખે છે. આશરે છ ફળિયા ધરાવતું આ ગામમાં પાકા રોડ રસ્તા નથી, પિવાના પાણીની ટાંકી તો છે પરંતુ તેમાથી પીવાની પાણી માટે વર્ષોથી રાહ જોવાય રહી છે. સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ જોવા મડે છે. ગામમાં પાક્કા રોડ નથી. એટલે પેવર બ્લોક પણ ક્યાંથી હોય, હેડપંપ છે. જોકે તેમાંથી કેટલાક શોભાના ગાંઠિયા સમાન છે. અહીના ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પાપે વિકાસ થતો ન હોવાની રાવ ઉઠવા પામી છે.
ગામલોકોએ વિકાસની વાતો સાંભળી છે. પરંતુ તેઓએ પ્રત્યક્ષ ગામનો વિકાસ જોયો નથી.
ભીમપોર ગામના ઝગડીયા ફળિયું,પટેલ ફળિયું અને નિશાળ ફળીયામાં આવેલી પાણીની ટાંકીઓ પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડી છે. મેન્ટનન્સના નામે રૂપિયા પણ ચાઉં થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. અહીના આશરે ૧૪૦૦- ૧૫૦૦ જેટલા લોકોને પિવાના પાણીની સમસ્યાનો ભારે સામનો કરવો પડે છે.મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. ગામના સભ્યોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ ગામને સુવિધા વિના રાખવામા આવી રહ્યુ છે.
આગેવાનો-નેતાઓ અને સરકાર ગમેતેવા દાવા કરે પરંતુ હજુ પણ નરી આંખે દેખાતુ સત્ય ખોટુ સાબીત કરી શકાય તેમ નથી.
ગામમાં એક મેમોરિયલ હોલ પણ બનાવવામાં આવ્યું છે. જોકે જર્જરીત હોવાથી અને સુવિધાના અભાવે ગ્રામજનો તેનો ઉપયોગ કરી શક્તા નથી. ગામના રહીશ સાથે થયેલ વાતચીતમાં તેમણે નામ જાહેર નહી કરવાની શરતે જણાવ્યું હતું કે, ગામના આગેવાનો/ નેતાઓ અને સરકાર ગમેતેવા દાવા કરે પરંતુ હજુ પણ નરી આંખે દેખાતુ સત્ય ખોટુ સાબીત કરી શકાય તેમ નથી. ગામલોકોએ વિકાસની વાતો સાંભળી છે. પરંતુ તેઓએ પ્રત્યક્ષ ગામનો વિકાસ જોયો નથી. પશુઓ તો ઠીક માણસો માટે પણ પીવાના પાણીની સુવિધા મળી નથી. ત્યારે વિકાસની વાતો કરતા સરકારના નેતાઓ અને તેમના માટે જ કામ કરતા જિલ્લાના અધિકારીઓ આ ગામની એક મુલાકાત લઈ ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપે તે જ સમયની માંગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500