આ વખતે નરેન્દ્રના નામે થયેલ તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી અદમ્ય ઇચ્છા છે અને તેના માટે તમારે મતદાન કરવાનું છે તેમ શ્રી નરેન્દ્રભાઇ મોદી એ કહ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઇ મોદી એ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પહોંચી ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કરી હતી.ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોના ભારતીય જનતા પાર્ટીના ઉમેદાવારોના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.
Pm મોદી એ જણાવ્યું હતું કે, પહેલાં ગુજરાતની છબી ખરડાયેલી હતી અને દેશ અને વિશ્વમાં વાતો થતી હતી કે ભારત કાંઇ નહીં કરી શકે અને ગુજરાત પણ કાંઇ નહીં કરી શકે. પહેલાં એક રૂપિયાનું કામ કરાવવું હોય તો આપણે સો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. પરંતુ આજે ગુજરાતને શું જોઇએ છે તેમની મારી કેન્દ્રની સરકારને ખબર હોવાથી ગુજરાત માંગે તે પહેલાં ગુજરાતને આપી દેવામાં આવે છે. આજે ગુજરાતની ધરતી દરેક ક્ષેત્રમાં પાણીદાર બનાવી દીધી છે. પીવાનું શુધ્ધ પાણી ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રની સુકી ધરતી ઉપર ધરતી પુત્રોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે નર્મદા જિલ્લામાંથી કચ્છની સુકી ધરતી સુધી માં નર્મદાને પહોંચાડવામાં આવી છે. દિકરીઓ આજે દેશમાં જ ઉચ્ચ અભ્યાસ કરી સૌથી ઉંચા હોદા ઉપર રોજગારી મેળવી દેશનું અને રાજ્યનું નામ રોશન કરી રહી છે. ટુરીઝમ ક્ષેત્રે પણ ગુજરાત રાજ્યએ હરણફાળ ભરી છે. ગુજરાતના ટુરીઝમની આજે વિશ્વમાં ચર્ચા થઇ રહી છે.મોદી એ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળની કોંગ્રેસની સરકાર શાસનમાં ગુજરાત અને ગુજરાતના મહાનુભાવોનું સતત અપમાન કરતી આવી હતી. આજે ગુજરાતના મહાનુભાવોને યોગ્ય સન્માન મળી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500