Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લા પોલીસતંત્રની આ ખાસ ઝુંબેશ ગુનેગારો માટે ખાસ ચેતવણી, હવે કોઈપણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે

  • January 22, 2023 

વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લા પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી રહ્યાં છે. આવી દર્દનાક સ્થિતિમાંથી નાગરિકોને બહાર લાવવા “નર્મદા પોલીસ” એક્શન મોડમાં આવી ચૂકી છે. તાજેતરમાં જિલ્લા પોલીસતંત્ર અને જિલ્લા રજીસ્ટ્રારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બેઠકમાં જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબેએ પણ લાયસન્સ વિના વ્યાજ નાણાં આપીને ખોટી વસૂલાત કરાનારાને બક્ષવામાં આવશે નહીં તેવી લોકસંવાદમાં વ્યાજખોરોને ચેતવણી આપી હતી.




રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઈવને અનુલક્ષીને નર્મદા જિલ્લાની ભોળી પ્રજાને વ્યાજખોરોના ચંગુલથી બહાર કાઢવા માટે પોલીસ દેવદૂત સાબિત થઇ રહી છે. તા.૨૧ મી જાન્યુઆરીના રોજ તિલકવાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટરશ્રી અજયસિંહ ખોટ દ્વારા વજેરિયા ઓ.પી. વિસ્તાર, આમલિયા તેમજ આજ-બાજુના ગામના લોકોને જાગૃત કરવાના ઉમદા આશય સાથે “લોકસંવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકસંવાદમાં ગેરકાયદેસર વ્યાજખોરી નાણાં ધીરધાર અંગે, સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા, ટ્રાફિક જાગૃતિ સહિત મહિલા જાતીય સતામણી તથા છેડતી અંગે ગ્રામજનોને જાગૃત કરવાની સરાહનીય કામગીરી સબ ઇન્સ્પેકટરશ્રી અને તેમની સંપૂર્ણ ટીમ દ્વારા કરવામાં આવી હતી.



વધુમાં વ્યાજખોરો પરવાનગી વગર વ્યાજનો વ્યવસાય કરતા હોય, લોકો પાસે મર્યાદા કરતા વધુ વ્યાજની વસુલાતકરતા હોય અને લોકો વ્યાજની રકમ ચૂકવવા સક્ષમ ન હોય ત્યારે અન્ય પ્રકારે ત્રાસ તેમજ ધાક-ધમકીથી રૂપિયા ઉઘરાવવા સહિત અન્ય ખોટી રીતે વસૂલાત અંગે ધ્યાનમાં આવે ત્યારે જિલ્લા પોલીસતંત્રને ત્વરિત પણે જાણ કરવા અંગે પણ શ્રી અજયસિંહ ખોટે ગ્રામજનોને અપીલ કરી હતી. જે રીતે નર્મદા જિલ્લા પોલીસતંત્રએ વ્યાજખોરો સામે જંગ છેડી છે તે વ્યાજખોરો માટે ચેતવણી છે. જો આવા કિસ્સા પોલીસતંત્રના ધ્યાને આવશે તો હવે નર્મદા જિલ્લા પોલીસ કોઈને નહીં બક્ષે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application