Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 5.50 લાખથી વધુ આવક મેળવી

  • July 25, 2023 

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે જેના થકી ખેડૂત રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આજના સમયમાં સ્વાસ્થ્યની ગુણવત્તામાં થતો ઘટાડો ચિંતાજનક છે અને રાસાયણિક ખાતર સ્વાસ્થય માટે ખૂબ હાનિકારક છે જેનાથી અનેક બિમારીઓ થાય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા અને સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક છે. પ્રાકૃતિક કૃષિથી અનેક ફાયદાઓ થાય છે જેમ કે જમીનની ફળદ્રુપતાનું સંરક્ષણ ,ખેતીના ખર્ચમાં ઘટાડો, કુલ આવકમાં વધારો, માનવ સ્વાસ્થય સરક્ષણ, જમીનની ભેજ ધારણ ક્ષમતામાં વધારો, જમીનનું ધોવાણ અટકે, જમીનમાં ph મૂલ્યનું સંતુલન બની રહે છે સાથે સાથે પર્યાવરણ સરક્ષણ જેવા અનેક ફાયદાઓ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલ છે.



પ્રાકૃતિક કૃષિ થકી ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા મહીસાગર જિલ્લાના રણજીતપુરા ગામના પ્રશાંતભાઈ પટેલ જણાવે છે કે તેઓ વર્ષોથી ખેતી કામ સાથે જોડાયેલા છે. પહેલા ખેતીમાંથી અમારી આવક ખૂબ જ મર્યાદિત હતી, અમુક કિસ્સાઓમાં આવક કરતાં જાવક વધુ હતી. જેના કારણે મારે કંઈક અલગ ખેતી કરવી પડે તેવી પરિસ્થિતી સર્જાય.પાંચ વર્ષ પેહલા હુ મારા બનેવીના ઘરે ગયો હતો કે જેઓ હિંમતનગરમાં રહે છે અને તેમને ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલ હતી અને આ ડ્રેગન ફ્રૂટની ખેતી માંથી મે પ્રેરિત થઈ મારા બનેવીના ઘરે જઈને ડ્રેગન ફ્રૂટની જાણકારી મેળવી મે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું વિચાર્યું .



અમે બે વર્ષ પેહલા ડ્રેગન ફ્રૂટના રોપા રોપેલા અને ડ્રેગન ફ્રૂટનાં રોપણીનાં માટે 13 માં મહિનામાં ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે તૈયાર થઈ ગયા હતા. સાડા ચાર વીઘા જમીનમાં 1000 થાંભલામાં ચાર હજાર ડ્રેગન ફ્રૂટના રોપાનું વાવેતર કરવામાં આવ્યું. જેના થકી પેહલા વર્ષે મે 5.50 લાખથી વધુની કિંમતના ડ્રેગન ફ્રૂટનું વેચાણ કર્યું અને હાલમાં 25 માં મહિને બીજી વાર ડ્રેગન ફ્રૂટ વેચાણ માટે તૈયાર છે ત્યારે પહેલા કરતા આ વર્ષે ડ્રેગન ફ્રૂટની કિંમત ત્રણ ગણી વધુ મળવાની શક્યતા છે. ગયા વર્ષે એક થાંભલા પર સાડા પાંચ કિલો ઉત્પાદન થયું હતું જ્યારે આજે એક થાંભલા પર 18 થી 20 કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થવાની સંભાવના છે.


વધુમાં પ્રશાંતભાઈ જણાવે છે કે, આત્મા પ્રોજેકટ દ્વારા મને ડ્રેગન ફ્રૂટ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન અંગે સતત માર્ગદર્શન મળી રહ્યું છે. જેમાં અમને જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તથા રાસાયણીક ખાતરોની અવેજીમાં અન્ય ક્યાં ક્યાં ઉપાયો કરી શકાય વગેરે માહિતી સતત અને આસાનીથી મળી રહે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application