ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી પસંદગીને લઈને મંથન ચાલી રહ્યું છે. ત્યારે આ મંથન પ્રક્રીયામાં સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓનું મંથન પૂર્ણ થયું છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર રાજકોટ, ગોંડલ, જેતપુર, જસદણ સહીતની બેઠકોના નામો સામે આવ્યા હતા. ચાર જિલ્લાના ઉમેદવારોની ચર્ચા બીજા દિવસે પૂર્ણ થઈ છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ ઉમેદવારો માટે મંથન શરૂ કરી દીધું છે આજે બીજો દિવસ છે. જેમાં ભાજપ દ્વારા આજે 58 બેઠકો પર મંથન થયું હતું. જેમાં ગાંધીનગર, રાજકોટ સહીતની બેઠકો પર મંથન થયુ હોવાનું સામે આવી રહ્યું છે. અત્યાર સુધીમાં બોટાદ, અમરેલી, ગાંધીનગર, મહેસાણાના ઉમેદવારો અંગેની ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અમદાવાદ સહિત જિલ્લાના ઉમેદવારો માટે મંથન ચાલી રહ્યું છે. મળતી વિગતો અનુસાર ખાસ કરીને અમદાવાદમાં 5 બેઠકો પર મંથન કરવામાં આવશે.
રાજકોટ શહેર-જિલ્લાના સંભવિત દાવેદારો
રાજકોટ પૂર્વ - ઉદય કાનગડ, દલસુખ જાગાણી, દિલીપ લુણાગરિયા, અરવિંદ રૈયાણી, મુકેશ રાદડિયારાજકોટ પશ્ચિમ, કમલેશ મિરાણી, કશ્યપ શુક્લા, તેજસ ભટ્ટી, નીતિન ભારદ્વાજરાજકોટ દક્ષિણ - ધનસુખ ભંડેરી, ગોવિંદ પટેલ, ભરત બોગરા,રાજકોટ ગ્રામ્ય - લાખા સાગઠીયા, મોહન ડફલા, ભાનુબેન બાબરીયા
આ સીટોના આ છે સંભવિત નામો
જસદણ - કુંવરજી બાવળિયા, ગજેન્દ્ર રામાણી, નાથાભાઈ વાછાણીગોંડલ - ગીતાબા જાડેજા, જ્યોતિરાદિત્ય સિંહ, અશોક પીપળીયાજેતપુર - જયેશ રાડિયા, મનસુખ ખાચરિયાધોરાજી - મહેન્દ્ર પાડલિયા, વિપુલ ઠેસીયા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500