Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવદની આ દીકરીએ 12,500 ફૂટનું હિમાલયનું શિખર સર કર્યું

  • June 11, 2022 

અમદાવાદની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી તવિશી વ્યાસ નામની દીકરીએ હાલમાં જ 12,500 ફુટ ઉંચાઇવાળા કેદારકાંઠા શિખરને નીચે નમાવી દીધો હતો. આ સાથે જ તે સૌથી નાની વયની માઉન્ટેયર બનીને વર્લ્ડ રેકોર્ડ પોતાને હાથ કર્યો છે.


હાલમાં કેદારનાથ જવા માટે લોકો તથા યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે આ દીકરીએ કંઇક નવો જ ચીલો ચાતર્યો છે. જો કે જે યુવાનો કેદારનાથ જાય છે તેઓ કેદારનાથ મંદિર સુધી પહોંચતા પહોંચતા હાંફી જતા હોય છે અને બિમાર પણ પડી જતા હોય છે તેવામાં 12 વર્ષની તવિશી પોતાની ઉંમર જેટલા હજાર ફુટની ઉંચાઇ સર કરી છે. આટલું જ નહી આ અંતર પણ તેણે 11 કલાક જેટલા રેકોર્ડ સમયમાં ટોચ પર પહોંચી ગઇ હતી. એક વખત તવિશીએ પોતાના માતા પિતાને બરફવાળા સ્થળો તેમને પસંદ હોવાનું જણાવ્યું હતું. જેથી તેના માતા પિતાએ તેને કુલુ મનાલી શિમલા લઇ જવાના બદલે શોખને એડવેન્ચર સાથે જોડીને ટ્રેકિંગ કરાવવાનું નક્કી કર્યું હતું.


જો કે આ સફર તેમની સરળ જરા પણ નહોતી રહી. કેદારકાંઠામાં ખુબ જ જોખમી અને ઘાતક સીધુ ચઢાણ છે. ધણી જગ્યાએ તો એક ખોટું ડગલું અને જીવ જોખમાઇ શકે છે. નોંધનીય છે કે, અહીં પાછો બરફ પણ એટલો કડક હોય છે કે કુહાડી બેસાડવામાં ખુબ જ મહેનત પડે છે. આ ઉપરાંત પાતળી હવાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.


આ ઉપરાંત અમુક સ્થળે એટલો બરફ કે કમર સુધી બરફમાં ખુંચી જવાય છે. તેમાંથી બહાર નિકળવામાં ખુબ જ શ્રમ પડે છે. જેના કારણે પાતળી હવા અને તેમાં શ્વાસ ચડે તો ખુબ જ સમસ્યા સર્જાય છે. જો કે તવિશીએ હાર માનવામાં બદલે લડત ચાલુ રાખી અને સૂંઠ, ગંઠોડાની ગોળી અને ગરમ પાણી ઉપરાંત નિયમિત સાયકલિંગ અને સ્પોર્ટ્સ એક્ટિવિટીની મદદથી શિખરને સર કર્યો હતો. આ સાથે જ તવિશી નાની ઉંમરમાં કેદારકાંઠા સરક કરનાર સૌથી યુવા છોકરી બની ચુકી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application