બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સભામાં સંબોધન કરતા લગ્નપ્રસંગોમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અપીલ કરી છે. કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમાજના વડીલોને ટકોર કરી હતી.
સમાજના દિકરા કે દીકરીઓએ ડીજે વગર લગ્ન નથી કરતા તેમ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું. ડીજે વગર લગ્નના ફેરા ફરવા માટે તેઓ ના પાડતા હોય છે. ડીજેની જીદ કરતા દીકરા અને દીકરીઓને માતા-પિકાએ સમજાવવા જોઈએ. ભાભરના ઈન્દરવા ગામમાં કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે આ ટકોર કરી હતી.ફરી સમાજને ટકોર ભાભર ઈન્દરવામાં તેમણે કહ્યું કે,માતા પિતાએ પોતાના દિકરા દકીઓને સમજાવવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે,મતભેદ ડીજેના કારણે ઉભા થાય છે. દીકરા દીકરીઓને સમજવાની જરુર છે. લગ્નમાં ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે ટકોર કરી હતી. આ સાથે જેઓ લગ્ન કરનારા છે તે દિકરા દીકરીઓને સમજવાની આ મામલે જરુર છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક સમાજો સામે ચાલીને ડીજે પર પ્રતિબંધ લગ્નોમાં લાવવામાં માંગે છે જેથી કેટલાક સમાજના લોકોએ મિટીંગ કરીને પણ આ ખોટા ખર્ચ અને ડીજેના કારણે ઉભા થતા મતભેદને ટાળવા માટે પ્રતિબંધ લગાવવા માટે નક્કી પણ કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500