Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ચોરટાઓનો પોલીસને ખુલ્લો પડકાર : સોનગઢમાં બુકાનીધારી ત્રાટક્યા,જુવો સીસીટીવી ફૂટેજ

  • October 04, 2023 

તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે.સોનગઢના વાંકવેલ વિસ્તારમાં આવેલ અવધૂત નગર-૨માં રાત્રીએ બુકાનીધારી ટોળકી ત્રાટકી હતી અને મકાનનું તાળું તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ ૧,૨૯,૩૨૪/- રૂપિયાની મત્તા ચોરી કરી લીધી હતી.વહેલી સવારના સમયે ઘરે પહોંચેલા પરિવારજનોને ચોરી અંગે જાણ થતા તેમણે સીસીટીવી તપાસતા બુકાનીધારી ત્રાટક્યા હોવાનું જણાયું હતું.જોકે આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.જે સંદર્ભે સોનગઢ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


તાપી જિલ્લામાં ચોરીની ઘટનાઓ સામાન્ય બની છે.છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી કરતા તત્વોએ માથું ઉંચક્યું છે અને સોનગઢ-વ્યારા સહિત આસપાસના વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડીને લાખ્ખો રૂપિયાની મત્તા ચોરી લેવામાં આવી છે.હજુ સુધી ઘરફોડ ચોરી કરતી આ ટોળકી પોલીસના હાથમાં નહીં આવવાને કારણે એક પછી એક વિસ્તારમાં ચોરીની ઘટના બની જ રહી છે.તે એક ચિંતાનો વિષય બન્યો છે.


સોનગઢના વાંકવેલમાં આવેલ અવધૂત નગર-૨ પ્લોટ નંબર-૨૧૯માં પરિવાર સાથે રહેતી રેખાબેન ચૌધરી ઉકાઈના પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૬ વર્ષથી જીઆરડી તરીકે ફરજ બજાવે છે અને તેમના પતિ સીપીએમમાં નોકરી છે,ગત તા.૦૨-૧૦-૨૦૨૩ નારોજ નાઈટ નોકરી હોય મકાનને તાળું મારીને બને જણા નાઈટ નોકરી પર ગયા હતા.બીજા દિવસે એટલે ૦૩-૧૦-૨૦૨૩ નારોજ વહેલી સવારે આશરે સાડા પાંચ વાગ્યેની આસપાસ નોકરી પૂરી થતા બંને જણા ઘરે પહોંચ્યા હતા.જોકે મકાનનું તાળું તૂટ્યું હતું.તથા મકાનના મુક્યા દરવાજાનું નકુચો તૂટેલ હતું અને દરવાજો ખુલ્લો નજરે પડ્યો હતો.બેઠક રૂમનો અંદરનો સામાન વેર વિખેર પડ્યો હતો.

ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો  

મકાનમાં ઉપરના માળ બેડરૂમની અંદર લોખંડનો કબાટનો લોક તોડી તેની અંદરથી સોનાની તથા ચાંદીની કિંમતી વસ્તુઓ (૧) સોનાનું મંગલસૂત્ર આશરે ૧૦ ગ્રામ ૮૧૦ મિલી જેની આશરે કિંમત રૂ.૫૭૦૧૪/- (૨) સોનાની વીંટી ૦૨ ગ્રામ ૫૦ મિલી જેની આશરે કિંમત રૂ.૧૨૮૦૦/- (૩) સોનાની લેડીજ વીંટી ૮૮૭ મિલી જેની આશરે કિંમત રૂ.૫૨૦૦/- (૪) સોનાની કાનની બુટ્ટી ૦૧ ગ્રામ ૨૦૩ મિલી જેની આશરે કિંમત રૂ.૮૫૦૦/- (૫) એક જોડી ચાંદીના સાંકડા જેની આશરે કિંમત રૂ.૧૩૦૦/- (૬) ચાંદીના સાંકડા ૮૪ ગ્રામ ૬૦ મિલી જેની આશરે કિંમત રૂ.૭૦૦૦/- (૭) ચાંદીનું મંગલસૂત્ર ૧૧ ગ્રામ ૫૯૦ મિલી જેની આશરે કિંમત રૂ.૧૪૦૦/- (૮) ચાંદીના સાંકડા ૧૩ ગ્રામ જેની કિંમત આશરે રૂ.૧૧૦૦/- આમ સોના ચાંદીના ઘરેણાંની કિંમત રૂ.૯૪૩૨૪/- તેમજ રોકડ રકમ રૂ.૩૫૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૦૧,૨૯,૩૨૪/- મત્તા ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે રેખાબેન ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદના આધારે સોનગઢ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application