Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરિયાણાની દુકાનમાં ચોરો ત્રાટક્યા : રોકડા અને મોબાઈલ મળી ૫૫૦૦૦ ની લૂંટ કરી ફરાર

  • November 10, 2022 

ખેરગામના ભૈરવી ગામે ભાડાની રામદેવ નામની દુકાનમાં કરિયાણાનો વેપાર કરનાર રાજસ્થાન પરિવારને ત્યાં મોઢે કપડું બાંધીને આવેલા ચાર અજાણ્યા ઈસમો દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા હતા.બાદ ઝાપા ઝાપી કરી દુકાનદાર ચાર અજાણ્યા ઇસમોને ધક્કો મારી આસારામના આશ્રમ તરફ દોડી ગયો હતો તે બાદ દુકાનદારની પત્નીને ચૂપચાપ પલંગ પર હી બેઠી રહેના કહી ઘરમાંથી રોકડા અને મોબાઈલ મળી ૫૫૦૦૦ ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.


ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગુનેગારો બે ખોબ બની ગયા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે અગાઉ ઘણી ચોરી અને લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ભૈરવી ગામે ૫૫૦૦૦ હજારની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી.વિગત એવી છે કે ખેરગામ તાલુકાના ભૈરવી ગામે આસારામ આશ્રમની સામે વર્ષાબેન હસમુખભાઈ ની ભાડાની દુકાનમાં મૂળ રાજસ્થાનના ગોવિંદપુરા ગામના રતનલાલ લક્ષ્મીલાલજી કુમાવત ઉ.વ ૨૩ રામદેવ નામની દુકાનમાં કરિયાણાનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ૬ ના રોજ રાત્રે ૨:૩૦ થી ૨:૪૫ ના અરસામાં રતનલાલ અને તેમની પત્ની સાથે ઊંઘી રહ્યા હતા.ત્યારે મોઢે કપડું બાંધીને ધસી આવેલા ૨૫ થી ૩૦ વર્ષના ૪ અજાણ્યા ઈસમોએ ઓરડીના દરવાજાને લાત મારી અચાનક અંદર ધસી આવ્યા હતા.રતનલાલ અને તેમની પત્ની ઉમમાંથી જાગી ગયા હતા.



અજાણ્યા ઈસમો ને જોઈને રતન લાલ ગભરાઈ ગયો હતો. અને ઓરડીમાંથી ૪ અજાણ્યા ઈસમો ને ધક્કો મારીને આસારામ આશ્રમ તરફ દોડી ગયો હતો તે દરમિયાન રોડ ઉપર પડી જતા તેમને નાની મોટી ઇર્જાઓ પણ થઈ હતી.બાદ ચારેય ઈસમોએ રતન લાલ ની પત્નીને કહ્યું હતું કે પલંગપર હી બેઠી રહેન કહી ધમકી આપી હતી બાદ કુરજીમાં રહેલા કબાટ ખોલીને તિજોરીમાંથી રોકડા ૫૦૦૦૦ અને તેમજ ૫૦૦૦ ની કિંમત નો એક મોબાઇલ મળી ૫૫૦૦૦ની લૂંટ કરી હતી.આ ઘટનામાં રતન લાલે પોલીસને જાણ કરી હતી.આ ઘટનામાં ખેરગામ પોલીસે અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ જયદીપસિંહ ચાવડાએ હાથ ધરી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application