ગુજરાતમાં ચેઈન સ્નેચરોની સાથે હવે મોબાઈલ સ્નેચરો પણ બેફામ બની ગયાં છે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્યની પત્નીનો મોબાઈલ ઝૂંટવીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ધારાસભ્યએ સુરત પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ધારાસભ્યની પત્નીનો ફોન ઝૂંટવાની ઘટનાને લઈને ચારેકોર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીનાં પત્ની ડો.દીપ્તિબેન ચૌધરીનો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જોગર્સ પાર્ક પાસેથી દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા ત્યારે સ્નેચરોએ મોબાઈલ ઝુંટવી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશનમા આજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી નજીકના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે તુષાર ચૌધરીએ પોલીસ કમિશનરને પણ ફરીયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application