Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રેનના દરવાજા પર બેસેલા લોકોના હાથમાં દંડો મારી મોબાઈલ ખેંચી લેતા ઝડપાયા

  • January 06, 2023 

સુરતની કાપોદ્રા પોલીસને બે મોબાઇલ સનેચરોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. આ બંને મોબાઇલ ચેનચરો પાસેથી પોલીસ દ્વારા 11 જેટલા મોબાઈલ અને એક મોપેડ જપ્ત કરવામાં આવ્યું છે. રસ્તા પર જતા અને ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના હાથમાંથી મોબાઇલની સ્નેચિંગ આ ઈસમો કરતા હતા.


સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અવાર નવાર ચોરી,છેતરપિંડી,મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતની કાપોદ્રા પોલીસને એક મોબાઈલ સ્નેચરને પકડવામાં સફળતા મળી છે. સુરત શહેર કાપોદ્રા પોલીસના PSI પીજી ડાયરા અને તેમના માણસો વર્કઆઉટમાં હતા ત્યારે અંગત બાતમીદારો મારફતે બાતમી મળી હતી અને બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગના ગુનાવા ભાગતા ફરતા આરોપી ઓમ પ્રકાશ અને રાજુ મારવાડીની ધરપકડ કરી છે.


આ બંને ઈસમોને પકડી શહેરના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ બંને આરોપી પાસેથી પોલીસ દ્વારા 11 જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.સુરતની કાપોદ્રા પોલીસે ઓમ પ્રકાશ મિશ્રા અને રાજુ મારવાડી નામના મોબાઇલ સ્નેચરની ધરપકડ કરી 7 જેટલા મોબાઈલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલ્યો છે..


આ ઉપરાંત પોલીસે 30,000ની કિંમતનું એક મોપેડ પણ આરોપી પાસેથી જપ્ત કર્યું છે. મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયેલ રાજુ મારવાડી સામે નવસારીના બીલીમોરા પોલીસ સ્ટેશન,ઉધના પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો નોંધાયેલો છે અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે.આ ઉપરાંત ઓમ પ્રકાશ મિશ્રા સામે ઉધના પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.




હાથ પર દંડો મારીને મોબાઇલ ફોનની ચોરી કરી લેતા હતા


આ બંને આરોપીઓ મોટર સાયકલ પર જતા હતા અને રસ્તા પર એકલદોકલ રાહદારીઓના ખિસ્સામાંથી તથા હાથમાંથી મોબાઇલની સ્નેચિંગ કરતા હતા. તો બીજી તરફ ઉધના રેલ્વે સ્ટેશન પર જઈને ચાલુ ટ્રેનમાં જે મુસાફર વાતચીત કરતો હોય તો તેના હાથ પર દંડો મારીને મોબાઇલ ફોનની ચોરી કરી લેતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application