Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આ નેતાઓની હાર જ નથી થતી,ગમે તેવી પરિસ્થિતિમાં જીતતા આવ્યા છે આ ધારાસભ્યો

  • December 09, 2022 

ભાજપમાંથી ચૂંટણી લડતા આવેલા નેતાઓમાંથી કેટલાક નેતાઓ એવા પણ છે કે જેમને હારનો સામનો ક્યારેય નથી કરવો પડતો. જેમાંથી આ વખતે જીતેલા નેતાની વાત કરીએ તો યોગેશ પટેલ, પુરુષોત્તમ સોલંકી અને પબુભા માણેક સતત જીતતા આવે છે. આ વખતે પણ આ ધારાસભ્યો બહુમતીથી જીત્યા છે.



182ની છેલ્લી બેઠક વિચાર વિમર્શ પછી જ યોગેશ પટેલને મળી હતી

1990માં યોગેશ પટેલ પહેલીવાર જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા, ત્યારબાદ 1995માં તેઓ ભાજપમાં જોડાયા. યોગેશ પટેલ ભાજપમાં જોડાયા બાદ ભાજપની નેતાગીરીએ બે વખત તેમની ટિકિટ કાપવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ તેઓ રાવપુરા બેઠક પરથી 5 વખત અને માંજલપુર બેઠક પરથી 2 વખત ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા 2022ની માંજલપુર બેઠકને લઈને ભાજપમાંથી તેમને ટિકિટ આપવી કે ના આપવી તેને લઈને વિચાર વિમર્શ પણ ચાલતો હતો. આખરે ભાજપે તમામ નિયમો તોડીને 76 વર્ષના ઉમેદવારને ટિકિટ આપવી પડી હતી અને ફરીથી તેમને જીત મેળવી છે.



દબંગ નેતા પબુભા 1990થી સતત જીતતા આવ્યા છે

પબુભા માણેક 1990થી સતત દ્વારકામાંથી જીતતા રહ્યા છે. તેઓ અપક્ષ તરીકે પ્રથમ ત્રણ ચૂંટણી જીત્યા, ત્યારબાદ 2002માં તેઓ પંજાના ચિન્હ પર ચૂંટણી જીત્યા અને ત્યારબાદ પબુભા માણેક ભાજપમાં જોડાયા અને 2007, 2012, 2017 અને 2022માં ચૂંટણી જીત્યા. આ પહેલાની સ્થિતિ પર નજર કરીએ તો આ બેઠક પર કોંગ્રેસનો દબદબો હતો. 2002થી પંજાના ચિહ્ન પર ચૂંટણી લડ્યા બાદ પબુભા માણેક ભાજપમાં જોડાયા હતા ત્યારથી જીતતા આવે છે.




પુરુષોત્તમ સોલંકીનો પણ એવો જ ઈતિહાસ

ભાજપે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકીને ટિકિટ આપી હતી. તેમને પણ ફરી એકવાર જીત મેળવી છે. ગત વખતે તેમને કોંગ્રેસના દમદાર નેતા શક્તિસિંહ ગોહીલને પણ હરાવ્યા હતા. અગાઉ પણ ભાજપમાં મંત્રી રહી ચૂક્યા છે. સતત તેઓ ભાજપની બેઠક પરથી જીતતા આવ્યા છે. ગુજરાતના રાજકારણમાં જોડાતા પહેલા તેઓ મુંબઈમાં હતા, તેમના પિતા મુંબઈમાં સામાન્ય મિલ કામદાર હતા. મુંબઈમાં રાજકીય કારકિર્દી શરૂ કર્યા પછી સોલંકીએ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application