Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીએમ રૂપાણીના રાજીનામા પાછળ આ મુદ્દાઓ કારણભુત રહ્યા : શુ ખરેખર સરકારની કામગીરીને લઇને સંગઠન સાથેના મતભેદો હતા ??

  • September 11, 2021 

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો હતો. ઘણા લાંબા સમયથી ગુજરાતના રાજકારણમાં રૂપાણી જાય છે તેવી અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. જે આજે સાચી પડી હતી. 

 

 

 

 


રૂપાણીના રાજીનામા પાછળ મુખ્ય 5 મુદ્દાઓ કારણભુત રહ્યા. જેમાં ખાસ કરીને સરકારની કામગીરીને લઇને સંગઠન સાથેના મતભેદો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતમાં સત્તા વિરોધીના કારણે જુવાળ ભાજપ વિરુદ્ધ જાય તેવી શક્યતા છે. ભાજપ દ્વારા આંતરિક સર્વેમાં 2022 ની ચૂંટણીમાં રૂપાણીના નેતૃત્વમાં સરકારનો રકાસ થાય તેવું બહાર આવતા રાજીનામું લઇ લેવાયું હતું.

 

 

 

 


PM મોદી દ્વારા હાલમાં જ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતના પ્રવાસે મોકલ્યા હતા. જેમાં જનતાનો કેન્દ્રીય મંત્રીઓ જનસંવેદના યાત્રા નામે સમગ્ર ગુજરાતમાં ફરીને જનતાનો મુડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારની કામગીરીના સર્વેમાં ગુજરાતની જનતામાં રૂપાણી પ્રત્યે ભારોભાર અસંતોષ હોવાનું સામે આવ્યું હતું.

 

 

 

 

જેના કારણે ભાજપને એન્ટી ઇનકમબન્સી નડે તેવી શક્યતાઓને જોતા સીએમ રૂપાણીનું રાજીનામું લઇ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડાઇ હતી. જેમાં માત્ર 97 સીટો જ આવી હતી. તે સમય દરમિયાન ન તો કોરોના આવ્યો હતો કે ન તો અન્ય અનેક મોરચાઓ પર કોઇ પણ પ્રકારનું મોટું ફેલ્યોર સામે આવ્યું હતું.

 

 

 

 

 

તેમ છતા પણ આટલી ઓછી સીટો આવી હતી. તેવામાં જો હવે કોરોના કાળ બાદ પેદા થયેલી સ્થિતિમાં પણ વિજય રૂપાણીના નેતૃત્વમાં ચૂંટણી યોજાય તો ભાજપને મોટુ નુકસાન થાય તેવું લાગતા આખરે તેમનું રાજીનામું લઇ લેવાયું હતું. 

 

 

 

 


કોરોનાની બીજી લહેર દરમિયાન સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. કોરોનાની દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની કટોકટી જેવી સ્થિતી પેદા થઇ હતી. પ્રજાને ખુબ જ ભટકવું પડ્યું હતું.

 

 

 

 

 

લોકો ઓક્સિજનના અભાવે તડપી તડપીને બહાર જ અંતિમ શ્વાસો લીધા હતા. જેના કારણે લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેવામાં આપ આવતા ભાજપ માટે પડકાર મોટો થયો હતો. જેના કારણે આખરે સીએમ વિજય રૂપાણીનું રાજીનામું લઇ લેવાયું હતું. 

 

 

 

 


આ ઉપરાંત જ્યારથી સી.આર પાટીલે સંગઠનની જવાબદારી સંભાળી ત્યારથી જ CM અને પાટીલ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. કોરોના કાળ દરમિયાન સરકારની નિષ્ફળતાને પગલે સી.આર પાટીલે પોતે અલગથી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી અલગ રીતે વહેંચ્યા હતા.

 

 

 

 

 

જેના કારણે કેસ પણ દાખલ થયા હતા. મીડિયા દ્વારા ઇન્જેક્શન અંગે પુછવામાં આવતા CM એ જણાવ્યું કે, ઇન્જેક્શન પાટીલે વહેંચ્યા તો સવાલ મને કેમ પુછો છો. પાટીલને જ પુછો. જેથી પાટીલ અને રૂપાણી વચ્ચે તણખા સ્પષ્ટ રીતે બહાર આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News