તાપી જિલ્લામાં બિલાડીની ટોપની જેમ ફાટી નીકેલી કેટલીક ખાનગી ફાઈનાન્સ કંપની દ્વારા લોનની રકમ પર બેફામ વ્યાજની વસુલાત કરવામાં આવી રહી છે, જોકે આ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા ગરીબ,અભણ અને જરૂરિયાતમંદ લોકોને જ પહેલા લોન આપી અને ત્યારબાદ તગડો વ્યાજની વસુલાત કરવી અને સમયસર વ્યાજ ન ચૂકવાય તો ધમકીઓ આપવી અને નોટીસ ફટકારવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જિલ્લામાં કેટલાક ગરીબ અને મજબુર લોકોએ લુંટ મચાવતી આવી કેટલીક ફાઈનાન્સ કંપનીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. અને તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
તાપી જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર વ્યારા ખાતે આવેલ અલગ અલગ ફાઈનાન્સ કંપની જેવી કે, (૧) સુર્યદય ફાઈનાન્સ (૨) સેન્ટ્રલ ફાઈનાન્સ (૩) નમ્ર ફાઈનાન્સ (૪) બંધન બેંક ફાઈનાન્સ (૫) આશીર્વાદ ફાઈનાન્સ (૬) ઉજજીવન ફાઈનાન્સ (૭) સામ્સ્તા ફાઈનાન્સ (૮) એલ.એન્ડ ટી.ફાઈનાન્સ (૯) ગ્રામ શક્તિ ફાઈનાન્સ (૧૦) સ્પંદના ફાઈનાન્સ (૧૧) આર..એલ.ફાઈનાન્સ અને (૧૨) માઈક્રો ફાઈનાન્સ માંથી અલગ અલગ હેતુ માટે લોન લીધેલી હતી. તેવી લોનની રકમ જે તે ફાઈનાન્સ કંપની દ્વારા આપવામાં આવી હતી જે લોનનાં હપ્તાની રકમ રેગ્યુલર ભરપાઈ પણ કરવામાં છે.
ફાઈનાન્સ કંપની દ્વારા આપવામાં આવેલ લોન લોકડાઉનનાં કારણે રેગ્યુલર હપ્તાની રકમ ભરપાઈ ન થવાના કારણે આ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા જૂની લોનની ફાઈલ બંધ કરી નવા નંબરથી લોનની ફાઈલ તૈયાર કરી અગાઉ જણાવવામાં આવેલ લોનની રકમ નવી લોન ફાઈલ પર લઇ લીધેલી અને અગાઉ લોનની રકમ ભરપાઈ કરેલ હોવાછતાં નવી લોનની ફાઈલમાં તેવી રકમ ચઢાવી દઈ અગાઉની લોનની હપ્તાની રકમ ભરપાઈ કરી હોવા છતાં અગાઉની લોનની હપ્તાની રકમ અને હાલમાં નવી લોનની હપ્તાની રકમ ગ્રાહકો પાસે ખોટી રીતે વસુલવામાં આવી રહી છે અને લોનની રકમ પેટે કેટલાંકને લોનની રકમ આપવામાં આવેલ જ્યારે જેને લોનની રકમ આપવામાં આવી ન હોવા છતાં લોનની રકમની હપ્તા ભરપાઈ કરવાની ફરજ પાડી રહ્યા છે.
આ ફાઈનાન્સ કંપની દ્વારા ૨૨% થી ૨૫% જેટલી રકમનું વ્યાજ વસુલવામાં આવી રહેલું છે અને લોનની રકમના હપ્તા ભરપાઈ કરાવવા સતત ધમકીઓ આપી ખોટી નોટીસો આપવામાં આવી રહી છે. અમુક ફાઈનાન્સ કંપનીઓ દ્વારા માથાભારે ઈસમો દ્વારા ધાક ધમકીથી હપ્તાની રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે, એગ્રીમેન્ટમાં જણાવેલ લોનના હપ્તાની રકમ મુજબની રીતે હપ્તાની રકમ લેવામાં આવતી નથી અને લોનના હપ્તાની રકમ ભરવા માટે અવાર નવાર હેરાન-પરેશાન કરવામાં આવે છે. એટલું જ નહી રજૂઆત કરનારાઓ જણાવ્યું હતું કે,અમારી પાસે આ ફાઈનાન્સ કંપનીઓ દ્વારા લોનની રકમ કરતા ડબલ રકમ વસુલ કરવામાં આવી રહેલ છે, તેની આપ સાહેબ દ્વારા તપાસ કરી ન્યાય અપાવશો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500