સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની કામગીરીને પગલે તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ વરાછા ઝોનમાં આવેલા મોટા વરાછાના અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં. હાલ શિયાળાને કારણે પાણીની માંગમાં ઘટાડો થયો હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જળ વિતરણ મથકની ટાંકીની સફાઈનું કામ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વરાછા મેઈન રોડ પર સી.એન.જી. પમ્પ પાસે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેની ઓવરહેડ ટાંકીની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પાણીની ટાંકીની સફાઈને પગલે તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો અવરોધાશે. ટાંકી એમ-2 ખાતે પાણીની નળીકાના મરામત અને નિભાવની કામગીરી હાથ ધરવામાં આવવાની હોય મોટા વરાછાના સુદામા ચોકથી ગોલ્ડન સ્કેવેર થઇ મહારાજા ફાર્મ સુધીનો વિસ્તાર, મહારાજા ફાર્મથી રામચોકનો આસપાસનો વિસ્તાર અને રામચોકથી સુદામા ચોક સુધીનો વિસ્તારમાં તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ પાણી પુરવઠો મળશે નહીં. આ સમય દરમિયાન આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબનું પાણી પુરવઠોનો સંગ્રહ કરવા તથા ઘર કરકસરથી પાણીનો ઉપયોગ કરવા પાલિકા તંત્રએ અપીલ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application