Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેસ્ટની બસનાં ભાડામાં વર્ષ 2024 સુધી કોઈપણ વધારો નહિ થાય

  • December 02, 2022 

બેસ્ટ ઉપક્રમે વર્ષ 2023-24નું આર્થિક અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં પરિવહન વિભાગમાં 250 કરોડ રૂપિયાનું નુકસાનમાં ઘટાડો અને વીજ પુરવઠા વિભાગમાં 120 કરોડ રૂપિયામાં નફાનો અંદાજ મૂકાયો હતો. આ સિવાય માર્ચ 2024 સુધી બસમાં ભાડામાં કોઈપણ વધારો કરવામાં આવ્યો નથી. બજેટમાં આશરે 2 હજાર કરોડ રૂપિયાની ખાધ દર્શાવવામાં આવી હતી. જે આવક અને ખર્ચ વચ્ચેનો અંદાજિત અંતર છે. બેસ્ટ ઉપક્રમે ઈસ્ટર્ન વોટરફ્રન્ટ પર વોટર ટેક્સીનો શરૂ કરવાની દરખાસ્ત કરી છે અને આ માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર મેરી ટાઈમ બોર્ડ સાથે વાટાઘાટ કરી રહી છે.




આ નવા પ્રસ્તાવિત પ્રોજેક્ટની વ્યવહારૂતા બાબતે જોઈ રહ્યા છીએ, જેનો બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આગામી નાણાકીય વર્ષમાં દરિયા કાંઠા પર અમારી પોતાની બેસ્ટની વોટર ટેક્સીઓ ચલાવવાની શક્યતા શોધીશું એમ પાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલને બેસ્ટનું અંદાજપત્ર રજૂ કરતાં બેસ્ટના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાએ જણાવ્યું હતું. બજેટમાં મુંબઈમાં ઈ-કેબ્સની પણ દરખાસ્ત મૂકાઈ છે.



જેના માટે ઉપક્રમે એવી એજન્સીઓને આમંત્રિત કરવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. જે ડ્રાઈવરો સાથે પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઈ-કેબ પ્રદાન કરી શકે છે. આ વાહનો પર બેસ્ટનો લોગો હશે અને ચલો એપ્લીકેશનનો ઉપયોગ કરીને બસ મુસાફરો પાસેથી બુકિંગ સ્વીકારાશે. માર્ચ 2024 સુધીમાં બેસ્ટના કાફલાને બમણો કરીને બસની સંખ્યા 7 હજાર બસો કરાશે. જેમાં ઈલેકટ્રીક એસી ધરાવતી 900 ડબલ ડેક્કર બસનો સમાવેશ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application