Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ : તાપી જીલ્લાના બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા, જાણો શું છે મામલો

  • December 16, 2021 


જો તમે સરકારી બેન્કોની બ્રાન્ચમાં જઇને કોઇપણ નાણાંકીય કે બિનનાણાંકીય કામ કરાવવા માંગતા હોય તો તમારુ કામ નહીં થઇ શકે. કેમ કે આજથી 16 ડિસેમ્બર અને કાલે 17 ડિસેમ્બરે સરકારી બેન્કોમાં હડતાળ રહેશે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયને બે દિવસની હડતાળ કરવાની જાહેરાત કરી હતી, જેને રોકવા માટે પ્રયાસ સફળ ના થઇ શક્યો. જેથી આ હડતાળમાં સાર્વજનિક ક્ષેત્રોની 4000 થી વધુ બ્રાન્ચમાં કાર્યરત અધિકારીએ અને કર્મચારીઓ સામેલ થશે.


દિવસ બેન્ક રહેશે બંધ, જાણો કારણ? 

આગામી ચાર દિવસ સુધી બેન્ક બંધ રહેશે. જોકે 4 દિવસની આ સતત રજા માત્ર શિલોંગમાં જ રહેશે. અન્ય સ્થળોએ 16, 17 અને 19 ડિસેમ્બરે બેંકો બંધ રહેશે. દેશના સરકારી બેંકના કર્મચારીઓ 16 અને 17 ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતર્યા છે. જેને કારણે આ બંને દિવસે બેંકોમાં કામકાજ નહીં થાય. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનની તરફથી આ વિશે જાણકારી આપવામાં આવી હતી.


આજરોજ તાપી જીલ્લાના બેંક કર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો 

વ્યારા ખાતે એસબીઆઈ બેંક બહાર બેંકના કર્મચારીઓએ વિવિધ લખાણો સાથેના બેનર્સ સાથે હળતાળમાં જોડાયા હતા. આ દરમિયાન "રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ બંદ કરો..બંદ કરો...હમ સબ એક હૈ" ના નારા પણ લગાવ્યા હતા. 


સરકારના ખાનગીકરણના વિરોધમાં UFBUએ હડતાળની જાહેરાત કરી છે. UFBU હેઠળ બેંકોનાં 9 યુનિયન આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે કહ્યું કે, યુએફબીયુ દ્ધારા બોલાવવામાં આવેલી 16 અને 17 ડિસેમ્બરની બે દિવસીય હડતાળથી બેન્કના સામાન્ય કામકાજ પર અસર પડી શકે છે. ભારતીય બેન્ક સંઘ દ્ધારા સૂચિત કરવામાં આવ્યું હતું કે યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે હડતાળની નોટિસ આપી છે. 


યુબીએફયુના યુનિયનના અન્ય સભ્ય યુનિયન જેવા કે AIBEA, AIBOC,NCBE, AIBOA, BEFI, INBEF અને INBOC એનસીબીઇ, એઆઇબીઓએ, BEFI, INBEF અને INBOCએ પોતાની માંગોના સમર્થનમાં 16 અને 17 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બેન્ક હડતાળ પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. એસબીઆઇએ કહ્યું કે,તેમના હડતાળ દરમિયાન પોતાની બ્રાન્ચમાં સામાન્ય કામકાજ સુનિશ્વિત કરવા માટે આવશ્યક વ્યવસ્થા કરી છે. ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશનના જનરલ સેક્રેટરી સંજય દાસે કહ્યું કે જો સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરતી નથી તો તે આગળ પણ અલગ અલગ રીતે વિરોધ નોંધાવશે. સરકારનો ખાનગીકરણનો નિર્ણય ગ્રામીણ અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application