અયોધ્યામાં રામ મંદિરમાં 'રામ-લલ્લા'ની પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે, તેથી તે દિવસે કેન્દ્ર સરકારે અર્ધા દિવસની રજા જાહેર કરી છે, તે દિવસે કેન્દ્રીય-કાર્યાલયો બપોરે 2.30 સુધી બંધ રાખવામાં આવશે. કેન્દ્રનાં કર્મચારી, લોક-શિકાયત અને પેન્શન મંત્રાલયનાં કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાએલા અધિસૂચના પ્રમાણે દેશભરના કેન્દ્રીય કાર્યાલયો, કેન્દ્રીય સંસ્થાનો અને કેન્દ્રીય ઔદ્યોગિક એકમો પણ 22 જાન્યુઆરીએ બપોરે 2.30 સુધી બંધ રહેશે. પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે દેશમાં અને વિદેશમાં વસતા તમામ હિન્દૂઓએ વિવિધ કાર્યક્રમો પણ યોજ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે પૂર્વે 11 દિવસનું અનુષ્ઠાન કર્યું છે. પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહમાં નરેન્દ્ર મોદી જ મુખ્ય યજમાન રહેશે. દૂરદર્શન દ્વારા તે સમગ્ર કાર્યક્રમનું સીધું પ્રસારણ કરવામાં આવશે. દૂરદર્શન અન્ય ચેનલોને તે સ્વૈચ્છિક રીતે આપવાનું છે. આ ઉપરાંત સાર્વજનિક સ્થળોએ અયોધ્યા-સમારોહનું વિશાળ સ્ક્રીન્સ ઉપર લાઇવ સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે.
તારીખ 22 જાન્યુઆરીએ 5 રાજ્યમાં સંપૂર્ણ રજા રહેશે...
ઉત્તરપ્રદેશ : 22 જાન્યુ.એ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાશે તે દિવસે રાજ્યમાં માંસ, માછલી અને દારૂની દુકાનો બંધ રહેશે. સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવે પણ તે દિવસે શાળા-કોલેજો બંધ રાખવા ઉપરાંત લોકોને તહેવાર ઊજવવા પ્રોત્સાહિત કર્યા છે. તે દિવસે 'ડ્રાય-ડે' જાહેર કરાયો છે. ઉપરાંત માંસ અને માછલીની દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. ભાંગની દુકાનો પણ બંધ રહેશે. જન-ભાવનાને વશમાં રાખી કરાયું છે.
ગોવા : ગોવામાં પણ તે દિવસે 'ડ્રાય-ડે' જાહેર કરાયો છે. સરકારી ઓફીસો અને સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવાયું છે.
છત્તીસગઢ : અહીં તમામ સરકારી સ્કૂલો-કોલેજો બંધ રહેશે. સરકારી કચેરીઓ પણ બંધ રહેશે. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાથે પોસ્ટ પર જણાવ્યું છે કે -સીયારામને સમગ્ર જગત જાણે છે. હું તેઓને પ્રમાણ કરૃં છું તે દિવસે સરકારી ઓફીસોમાં પણ રજા રહેશે.
હરિયાણા : હરિયાણા સરકારે પણ 22 જાન્યુઆરીએ સ્કૂલ-કોલેજો બંધ રાખવા જણાવ્યું છે. સાથે રાજ્યભરમાં દારૂ, માંસ, માછલીની દુકાનો બંધ રખાશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના માનમાં લોકોને જશ્ન ઉજવવા અનુરોધ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500