છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકસભામાં બોલતા ગડકરીએ જણાવ્યું કે દેશમાં ટૂંક સમયમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે ટોલ ટેક્સ માટે પણ નવા નિયમો જારી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીના વાયરલ થયેલા વીડિયોમાં હાઈવે પરની યાત્રા સંબંધિત ફેરફારોની માહિતી આપવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોથી કરોડો વાહન ચાલકોને અસર થશે.
રસ્તાના મામલામાં અમેરિકા સાથે મુકાબલો કરશે ભારત
તેમણે જણાવ્યું કે ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણ બાદ દિલ્હીથી દેહરાદૂન અને દિલ્હીથી હરિદ્વારનું અંતર બે કલાકમાં કવર કરી શકાશે. તેમણે જણાવ્યું કે કટરા દિલ્હીથી છ કલાકમાં અને જયપુરથી અઢી કલાકમાં દિલ્હી પહોંચી શકાય છે. ગ્રીન એક્સપ્રેસ-વેના નિર્માણ બાદ ભારત રસ્તાના મામલે અમેરિકાની બરાબરી કરી જશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ જણાવ્યું કે ગ્રીન એક્સપ્રેસની રચના સાથે ટોલ ટેક્સ વસૂલવાના નિયમો અને ટેક્નોલોજીમાં ફેરફાર થશે.
કારમાં 'જીપીએસ' સિસ્ટમ લગાવવામાં આવશે !
ગ્રીન એક્સપ્રેસ-વેની રચનાની સાથે સરકાર આગામી દિવસોમાં ટોલ ટેક્સની વસૂલાત માટે એક નવા વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. તેમાં પ્રથમ વિકલ્પ હેઠળ કારમાં 'જીપીએસ' સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકાય છે. જેમાં કારના 'જીપીએસ' પરથી મેળવેલા લોકેશનના આધારે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. એક્સપ્રેસ-વેથી કાર અલગ થતાં જ તમારા બેંક એકાઉન્ટમાંથી કિલોમીટરના હિસાબે રૂપિયા કપાઈ જશે.
બીજો વિકલ્પ આધુનિક નંબર પ્લેટ સાથે સંબંધિત છે. તેના માટે પણ આયોજન ચાલી રહ્યું છે. એટલે કે આગામી દિવસોમાં ફાસ્ટેગ દ્વારા રૂપિયા કપાશે નહીં.ગડકરીએ એમ પણ જણાવ્યું કે હાલમાં જો કોઈ ટોલ ટેક્સ ન ભરે તો તેમાં કોઈપણ પ્રકારની સજાની જોગવાઈ નથી. પરંતુ આગામી દિવસોમાં આ અંગે પણ બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. તેના પછી જો કોઈ ટોલ ટેક્સ ભરવામાં આનાકાની કરે છે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500