દેશમાં કોરોના વાયરસના નવા 3,805 કેસો નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસોની સંખ્યા વધીને 20,373 થઈ છે. જ્યારે કુલ કેસો વધીને 4,30,98,743 થયા છે. આ માહિતી આપતા કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આજે સવારે 8 વાગે પ્રાપ્ત થયેલા અહેવાલો પ્રમાણે આ રોગને લીધે છેલ્લા 24 કલાકમાં 22 મૃત્યુ થયા છે. તેમાં 20 મૃત્યુ કેરળમાં જ નોંધાયા છે.
આ સાથે કોરોનાને લીધે પહોચેલો મૃત્યુઆંક વધીને 5,24,024 થયો છે. એક્ટિવ કેસ હવે ઘટીને કુલ સંક્રમિતતા 0.05 ટકા થયા છે. જ્યારે સાજા થયેલાની ટકાવારી 98.74 પહોંચી છે. રોજિંદો પોઝીટીવીટી આંક 0.70 ટકા નોંધાયો છે જ્યારે આ સાપ્તાહિક આંક 0.79 ટકા થયો છે. તેમ આરોગ્ય મંત્રાલય જણાવે છે.
હજી સુધીમાં કુલ 84.03 કરોડ કોવિડ ટેસ્ટ થઈ ચૂક્યા છે જેમાં ગઈકાલે 4,87,544 ટેસ્ટ પણ સમાવિષ્ટ છે. આ રોગમાંથી સાજા થયેલાઓની સંખ્યા 4,25,54,416 પહોંચી છે. જ્યારે મૃત્યુ આંક ઘટીને 1.22 ટકા થયો છે. કોવિડ રસીકરણ અંગે મંત્રાલયે જણાવ્યું છે કે, તેની સંખ્યા 190 કરોડથી ઉપર પહોંચી ગઈ છે. શનિવારે સવારે 8 વાગે પ્રાપ્ત થયેલ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ આંકડા આપી કહ્યું હતું કે, હજી સુધીમાં 3,01,97,120 જેટલા 12 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ ચૂકી છે તેમજ 19-59 વર્ષ વચ્ચેનાઓને 9,95,265 પ્રિકોશનરી ડોઝ અપાઈ ચૂક્યા છે. 18 વર્ષથી ઉપરનાને બીજો ડોઝ પણ અપાઈ ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500