ભારતમાં કોરોનાનાં નવા 17,073 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને 4,34,07,046 થઇ ગઇ છે. જ્યારે ચાર મહિના પછી પ્રથમ વખત દૈનિક પોઝિટીવ રેટ પાંચ ટકાને પાર થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 21 મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,25,020 થઇ ગયો છે. જયારે દેશમાં એક્ટિવ કેસો વધીને 94,420 થઇ ગયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસોમાં 1844નો વધારો થયો છે. દૈનિક પોઝિટીવ રેટ 5.62 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 3.39 ટકા નોંધવામાં આવ્યો છે. 139 દિવસ પછી દૈનિક પોઝિટીવ રેટ પાંચ ટકાને પાર થયો છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેક્સિનના કુલ 197.11 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 21 મોત પૈકી મહારાષ્ટ્રમાં પાંચ, દિલ્હીમાં ચાર, ગોવામાં બે, પંજાબમાં બે, જમ્મુ-કાશ્મીરમા એક, ઉત્તર પ્રદેશમાં એક મોત નોંધવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500