દેશમાં કોરોના વાયરસ ફેલાયા બાદ આ વાયરસ ક્યારેક ધીમો પડે છે, તો ક્યારેક તેના કેસ વધતા જાય છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં 24 કલાકમાં જ 16,159 નવા કેસ નોંધાયા છે. જયારે 24 કલાકમાં દેશમાં કોરોનાનાં કારણે 28 લોકોનાં મોત થઇ ગયા છે.
કોરોનાનો પ્રકોપ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં વધુ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 3,098 કેસ નોંધાયા હતા, જ્યારે ગુજરાતમાં બે ત્રણ દિવસથી શાંત પડેલા કોરોનાનાં કેસમાં ફરી વધારો થયો છે. ત્યારે નવા કોરોનાનાં 572 કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 498 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3595 પહોચી ગઈ છે.
દેશમાં કોરોનાનાં કેસમાં 23.5 ટકા વધારો નોંધાયો છે. તે દરમિયાન 15,394 દર્દીઓ સંક્રમણ મુક્ત થઇને સ્વસ્થ થયા છે. હવે દેશમાં કોરોનાનાં કુલ કેસ 4,29,07,327 છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી હતી. દેશમાં મંગળવારે 13 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા જે દરમિયાન 19 લોકોના મોત થઇ ગયા છે.
ભારતમાં હાલ 1,15,212 એક્ટીવ કેસ છે, જે કુલ કેસના 0.26 ટકા છે. રિકવરી રેટની 98.53 ટકા છે, દેશમાં ફેલાયેલ વાયરસનાં કારણે અત્યાર સુધી કુલ 5,25,270 લોકોનો જીવ લઇ લીધો છે. દેશમાં પાછલા 24 કલાકમાં 9,95,810 વૈક્સીન ડોઝ લગાવવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500