વ્યારા તાલુકાના ઘેરીયાવાવ ગામની સીમમાં આવેલ જે.જે.સ્ટોન કવોરીની હદ કસવાવ અને ઉમરકચ્છ ગામને લાગે છે અને આ કોરીમાં થતા બ્લાસ્ટિંગના કારણે આ ત્રણેય ગામના લોકો પરેશાન છે જયારે નજીકના ઘરોમાં બ્લાસ્ટિંગના કારણે તિરાડો પડી હતી અને બોર તથા કૂવામાં પણ પાણીના સ્તર નીચે જતા રહ્યા હતા. જોકે કવોરીમાં ઉડતી રાખને કારણે ખેતીના પાકને પણ નુકસાન થાય છે જેથી ગ્રામજનો વખતોવખત સરકારી તંત્રને રજૂઆત કરી વર્ષોથી આ સ્ટોન કરી બંધ કરવા માંગણી કરતા આવ્યા છે જેને લઇ તંત્રને નુકસાની અંગે સર્વે પણ કર્યો હતો. કવોરીની અનેક વાર તાળાબંધી પણ કરી હતી.
તે દરમિયાન ગ્રામજનો સાથે ઘર્ષણના બનાવ પણ બન્યા છે. જોકે થોડા સમય કવોરી બંધ રહ્યા બાદ સંચાલકોએ કોર્ટમાંથી ઓર્ડર લાવી ફરી સ્ટોન કોરી ચાલુ કરી છે જેથી ગત દિવસોમાં ફરી ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી. જોકે કોર્ટનો આદેશ હોવાથી તંત્રએ પણ હાથ ઊંચા કર્યા હતા. કવોરી માલિક લાલજીભાઈ વીરાભાઇ આહીરના ભાગીદાર મનીષભાઈ સુરેશભાઈ ગામીત (રહે.કસવાવ ગામ, તા.વ્યારા) જે હાલ કવોરીની દેખરેખ રાખતા હોય ગુરૂવારના રોજ અન્ય સાથીદારો કીલેશ ગામીત, અજિત ગામીત તથા નવીન ગામીત (તમામ રહે.કસવાવ ગામ, ડુંગરી ફળિયું, વ્યારા)ને લઈ કવોરીના ખાડામાં આશરે 30 ફૂટ ઉંડે ડ્રીલીંગનું કામ કરવા ગયા હતા.
તે વખતે કવોરીના સંચાલકને ઘસવાવ ગામના 12થી વધુ લોકોનું ટોળું સ્ટોન કવોરી બંધ રાખવા આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જે દરમિયાન સામે બોલાચાલી થઈ હતી અને પથ્થર લાકડી વડે તેમજ છુટા હાથે મારામારી પણ થઈ હતી જેમાં મરિયમબેન આશિષભાઈ ગામીતને જમણા હાથે ફેક્ચર થયું હતું જોકે મામલો વધુ ઘરમતા આ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામને છૂટા પાડ્યા હતા. ઘટના અંગે મનીષ ગામીતે મરિયમ ગામિત સહિત 4 મહિલા, 8 પુરુષ મળી કુલ 12 સામે ફરિયાદ આપી હતી જયારે મરિયમ ગામીતે પણ મનીષ ગામીત સહિત 6 સામે ફરિયાદ આપતા પી.એસ.આઇ. વધુ તપાસ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500