સુરત શહેરનાં ડીંડોલીમા રાત્રે બાઈક સ્લીપ થતાં યુવકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ડીંડોલીથી દર્દીને લાવવાના મુદ્દે 108ના કર્મચારી અને ડૉક્ટર વચ્ચે રકઝક સાથે માથાકૂટ થતા હોબાળો થયો હતો. નવી સિવિલથી મળેલી વિગત અનુસાર, ડીંડોલી નવાગામ ખાતે રહેતો 28 વર્ષનો રાજકુમાર શ્રીવાસ્તવ રાત્રે બાઈક પર જતો હતો. તે સમયે ડીંડોલીના ખાડી બ્રિજ પાસે બાઈક સ્લીપ થઇ ગઇ હતી.
જેમાં તેને ઈજા થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલના તાત્કાલિક વિભાગમાં લવાયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, 108ના કર્મચારી ડીંડોલીથી દર્દીને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જેથી ડૉ.ઉમેશ ચૌધરીએ 108ના કર્મચારીને કહ્યું કે, ડીંડોલીથી નજીકમાં સ્મીમેર હોસ્પિટલ પડે છે, તો દર્દીને સ્મીમેરને બદલે સિવિલમાં કેમ લાવ્યા ? આ મુદ્દે ડૉ.ચૌધરી અને 108ના કર્મચારી વચ્ચે રકઝક થતા હોબાળો થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500