ચીખલી નજીકનાં સમરોલીમાં પરિવાર રાત્રે ઘરમાં ઉપરનાં માળે સૂતો હતો અને તસ્કરો ઘરની બારીનાં લોખંડનાં સળિયા કોઈ સાધન વડે કાપી ઘરમાં પ્રવેશી રોકડ રકમ અને સોનાનાં દાગીના સહિત રોકડ રૂપિયા 91 હજારની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાનાં સમરોલી ગામનાં નવા ફળિયામાં કેયુર બાલુભાઈ પટેલ મંગળવારની રાત્રે 11 વાગ્યાના અરસામાં જમી પરવારીને ઉપરના માળે સુઈ ગયા હતા.
ત્યારબાદ સવારે 6 વાગ્યાનાં સમયે ઘરમાં નીચે આવતા પાછળનો દરવાજો ખુલ્લો અને ઘરમાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તસ્કરો બારીનાં સળિયા કોઈ સાધનથી કાપી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 4 હજાર ઉપરાંત સોનાનું મંગળસૂત્ર, વીંટી, સોનાની કડી લગ્નની ભેટમાં મળેલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 91 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે રૂમમાં રાખેલ કબાટ પરિવારે લોક કર્યો ન હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી પી.એસ.આઇ. કરી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application