ઘાટલોડીયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેઓ રોડ શો કરી ફોર્મ ભરવા માટે જશે. અગાઉ તેમને દિલ્હીથી આવ્યા બાદ ઘાટલોડીયા કાર્યાલયની મુલાકાત લીધી હતી.
આ વખતે ફક્ત એક જ નામ ઉમેદવારીમાં ભૂપેન્દ્ર પટેલનું સર્વાનુમતે લેવાયું હતું ત્યારે તેઓ આગામી સમયમાં ફોર્મ ભરશે. રોડ શો કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરવા જાય તેવી શક્યતા, અમિત શાહ આ બેઠક પર કરશે પ્રચાર માટે આવશે. તેમનો લોકસભાનો પણ આ વિસ્તાર છે. અમિત શાહ આગામી સપ્તાહે ગુજરાત આવી શકે છે. ઘાટલોડિયાના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ પ્રચાર માટે ગુજરાત આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ઘાટલોડિયા બેઠક ભાજપ માટે ખાસ છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક જીતવી એ ભાજપ માટે રમત સમાન પણ છે.
આ બેઠકને સરકાર સાથે ખાસ સંબંધ છે. આ બેઠક તેમના માટે ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો સીધો માર્ગ ખોલે છે. નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી આનંદીબેન પટેલ બાદ ગત વખતે ભૂપેન્દ્ર પટેલ વિજયી થયા છે. ત્યારબાદ બંને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોના ચૂંટણી જંગમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક નંબર 41 કેટલીક બાબતોને કારણે ખાસ છે. વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પરથી 2017ની ચૂંટણીમાં જંગી માર્જિનથી જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2017માં અહીંથી 1 લાખ 75 હજાર મતોની સરસાઈથી જીત્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500