અમદાવાદ ફાયરબ્રિગેડમાં સ્ટાફની અછતના અતિ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અધિકારીથી કર્મચારીઓ સુધીના સ્ટાફની અતિ મોટી અછત વર્તાઈ રહી છે. ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના પદ ખાલી હોવાનું પણ સામે આવ્યું છે. બંને પદ હાલ ઇન્ચાર્જ અધિકાઓના ભરોસે ચાલી રહ્યાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છેકે, હાલ અમદાવાદ ફાયરબ્રિગેડમાં 880 મંજૂર મહેકમની જગ્યાએ માત્ર 545નો સ્ટાફ જ ઉપલબ્ધ છે. મેગાસિટી અમદાવાદ ફાયરબ્રગિડેના સ્ટાફમાં 335 કર્મચારીઓ-અધિકારીઓની જગ્યા ખાલી છે.
એક તરફ એએમસીની હદ 466 ચો.કીમી થી વધી 504 ચો.કીમી થઇ, છતા સ્ટાફ મુદ્દે ગંભીર બેદરાકારી જોવા મળી રહી છે. શહેરમાં સતત બનતા આગ સહીતના ઇમરજન્સી બનાવોમાં સતત વધારો થઈ થઇ રહ્યો છે. એએમસીના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુંકે, અમદાવાદ મનપાનું તંત્ર સાવ ખાડે ગયું છે. ખાસ કરીને ફાયર બ્રિગેડમાં સ્ટાફની મોટી અછત છતા ભરતી કરાતી નથી. 500 ચોરસ કીલોમીટર કરતા વધુના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદ શહેરની હદમાં હાલમાં 17 ફાયર સ્ટેશન કાર્યરત છે.
ત્યારે જેટલી ઓછી સંખ્યમાં સ્ટાફ છે તેને લઇને વિપક્ષે એએમસી તંત્રને આડે હાથે લીધુ છે. તો આ તરફ ભાજપી શાષકો દ્વારા એજ ઝડપથી જગ્યા પુરવાનો પ્રયત્ન કરાશે એવી જુની ટેપ વગાડવામાં આવી રહી છે. એક તરફ સતત વધી રહેલો અમદાવાદનો વિસ્તાર. બીજી તરફ મંજૂર મહેકમની સામે નજીવા સ્ટાફ સાથે ઝઝુમી રહેલા ફાયરબ્રિગેડના કર્મચારીઓ. ત્યારે જોવાનુ એ રહે છેકે નિર્ણાયક શાષનની વાત કરતા ભાજપી શાષકો આ મામલે ક્યારે સ્ટાફ અછતની ફરીયાદ દૂર કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500