ઉચ્છલ વિસ્તારમાં તસ્કરો એ દુકાનો તથા શાળા, છાત્રાલય ને નિશાન બાનાવી હતી. મળતી માહિતી અનુસાર ઉચ્છલ પોલીસ સ્ટેશનના નજીક આવેલા જામલી શોપિંગ સેન્ટરમાં આવેલી 6 જેટલી દુકાનોના શટરો રાત્રી દરમિયાન તોડી ચોરટાઓ એ બધો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. ત્યાર બાદ સાર્વજનિક હાઈસ્કુલના સ્ટાફ રૂમ, આચાર્ય રૂમ, કલાર્ક રૂમ, મહિલા સ્ટાફ રૂમ, કોમ્યુટર લેબ, 1 વર્ગખંડ મળી 6 રૂમોના તાળા તોડી તથા 17 કબાટ, 7 ટેબલના ડ્રોવર, 13 સ્ટાફ ડ્રોવર તોડીને બધો સામાન વેર-વિખેર કરી નાખ્યો હતો જ્યારે આચાર્યના લોકરમાંથી રૂપિયા 1500/- તથા શિક્ષક લોકરમાંથી રૂપિયા 800/- ચોરાયા હોવાની લેખિત રજૂઆત આચાર્ય દ્વારા પોલીસ મથકે કરાઈ હતી. તેવી જ રીતે ઉચ્છલના જવાહર કુમાર છાત્રાલયની ઓફિસનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મુકેલા રોકડા રૂપિયા 12,000/- ચોરી કરી ચોરટા ફરાર થયા હતા. સરકારી વિનિયન કોલેજની ઓફીસના પણ તાળા પણ તૂટતા રૂપિયા 2500/- ચોરી થઈ હતી.
આ ચોરીના બનાવ અંગે ડેનીલભાઈ ધુલજીભાઈ વસાવાએ ફરિયાદમાં જવાવ્યું છે કે, દુકાન નં.B/9 માંથી રોકડા રૂપિયા 8150/-, કોલેજમાંથી રૂપિયા 2500/-, સાર્વજનિક સ્કુલમાંથી રોકડા રૂપિયા 3500/-, જવાહર કુમાર છાત્રલાયામાંથી રોકડા રૂપિયા 12,000/- મળી કુલ રૂપિયા 26,150/- ના રોકડાની ચોરી થયાની ફરિયાદ થઈ છે. આ ઘટના અંગે પોલીસે એક અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500