Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીનો ભેદ ઉકેલાયો : વેપારીના ઘરમાંથી થઇ હતી ૫ લાખ થી વધુની ચોરી

  • November 10, 2022 

ડિંડોલી સાઈવિલા રેસીડેન્સીલમાં ગત 5 નવેમ્બરના રોજ કાપડના વેપારીના ઘરે થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 5,52,605 નો મુદ્દામાલ રીકવર કરી બે આરોપીઓની ગણતરીના દિવસોમાં ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.


સુરતના ડિંડોલી પોલીસ હદ વિસ્તારમાં આવેલી ખરાડવા રોડ સાઈ વિલા રેસીડેન્સીમાં ગત તારીખે 5 નવેમ્બરના રોજ કાપડના વ્યાપારીના ઘરે રાત્રીના 9 વાગ્યાના અરસામાં ચોર તસ્કરોએ 5 લાખ 52 હજાર 605 રૂપિયાની ચોરી પર હાથ ફેરો કરી નાશી છુટિયા હતા. જેની જાણ ગત 07 નવેમ્બરના રોજ ડિંડોલી પોલીસને કરતા પોલીસ હરકતમાં આવી ચોરીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.



ડિંડોલી પોલીસ સર્વલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને એમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સાંઇવીલા રેસીડન્સીમાં વેપારીના ઘરે થયેલ ચોરી તેમના ઘરમાં ફર્નીચરનુ કામ કરતા માણસોએ જ કરેલ છે જે બાતમીની હકીકતના આધારે બંને આરોપીઓને ધરપકડ કરી.આરોપીની પૂછપરછ કરતા ચોરીની કબુલાત કરી હતી.ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના,ઝવેરાત તથા મોબાઇલ ફોન મળી રૂ.5 લાખ 52 હજાર 605નો મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application