Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : તાડકુવા ગામની સીમમાંથી ટ્રેક્ટરની ચોરી થતાં બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાયો

  • December 31, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના તાડકુવા ગામની સીમમાં આવેલ રીધમ હોસ્પિટલની બાજુમાં આર.એમ.ધારીવાલ ટાઉનશીપ ખાતેનાં એક શો રૂમ માંથી ટ્રેકટરની ચોરી થયાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડના વેડછી રોડ પરના શાંતિ કેતન સોસાયટીમાં રહેતા ભાવિનકુમાર સુમનભાઈ ચૌધરી (ઉ.વ.32)નાઓ તાડકુવા ગામની સીમમાં આવેલ રીધમ હોસ્પિટલની બાજુમાં આર.એમ.ધારીવાલ ટાઉનશીપ ખાતેનાં શ્રી જલારામ ટ્રેક્ટર ટ્રેડર્સ નામનો શો રૂમ ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે.



જોકે ભાવિનકુમારનાં શો રૂમ માંથી ગત તારીખ 19/12/2023નાં રોજ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર નંબર GJ/07/DA/1241 જેનો મોડેલ નંબર 475DI અને જેનો એન્જીન નંબર RFV2043 તથા ચેસીસ નંબર 0RFV2043 જેની કિંમત રૂપિયા 2,00,000/- જે પોતાના શો રૂમનાં આગળ આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ હતો. પરંતુ આ પાર્ક કરેલ ટ્રેક્ટરને કોઈ બે અજાણ્યા ચોર ઈસમ પોતાની સાથે લાવેલ બીજા ટ્રેક્ટરની પાછળ દોરડા વડે બાંધી તે ટ્રેક્ટર વ્યારા જનક નાકા તરફ ચોરી કરી લઈ ગયા હતા. બનાવ અંગે ભાવિનકુમાર ચૌધરી નાંઓએ કાકરાપાર પોલીસ મથકે ટ્રેક્ટર ચોરનાર બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application