Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના દરવાજાની કુલ રૂપિયા ૧.૨૮ લાખના ટોબેકો માલની ચોરી

  • August 08, 2021 

ઉધના દરવાજા પાસપોર્ટ સેવા કેન્દ્રની બાજુમાં આવેલા નિકુંજ ટ્રેડર્સ નામની ટોબેકોની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી કુલ રૂપિયા ૧.૨૮ લાખના મતાના પાન મસાલા, સિગારેટનો જથ્થો ચોરી ફરાર થઈ જતા પોલીસે દુકાન માલીકની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

 

 

 

 

અડાજણ ચોક્સી વાડી નજીક કૂષ્ણનગર સોસાયટીમાં રહેતા નિકુંજ રાજેન્દ્રભાઈ રેવડીવાલા ઉધના દરવાજાએપલ હોસ્પિટલ પાસે પાસપોર્ટ સેવાકેન્દ્રની બાજુમાં નિકુંજ ટ્રેડર્સના નામે ટોબેકોની દુકાન અને ગોડાઉન ધરાવે છે. નિકુંજભાઈની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનની બહારની લોખંડની ગ્રીલવાળો મેઈન ગેટ અને દુકાનનું શટલનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરો શિખર પાન મસાલાના બોક્સ નંગ-૨ જેની કિંમત રૂપિયા ૧૪,૦૦૦, ફોર સ્કેવર કંપનીની અલગ અલગ બ્રાન્ડના સિગારેટના બોક્ષ નંગ-૫૫ જેની કિંમત રૂપિયા ૮૪,૦૦૦ તથા માલબોરો સિંગારેટના બોક્ષ નંગ-૫ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦ તથા આઈ.ટી.સી. કંપનીની અલગ અલગ બ્રાડની સિગારેટના બોક્ષ નંગ-૫ જેની કિંમત રૂપિયા ૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૨૮,૦૦૦ના મતાના ટોબેકોનો માલની ચોરી કરી નાસી ગયા હતા. નિકુંજભાઈ દુકાને આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની ખબર પડતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application