યોગીચોક મહાલક્ષ્મી ઍપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર સહિત ત્રણ જણાની બાઈક ઍક જ નાઈટમાં ચોરી થતા ચકચાર મચી છે. બનાવ અંગે પોલીસને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને રત્નકલાકારની ફરિયાદ લઈ ચોરીમાં કોઈ રીઢા વાહન ચોર ટોળકીની સંડોવાયેલી હોવાની આશંકા સાથે તે દિશામાં તપાસના ચક્રોગમિતાન કર્યા છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ યોગીચોક વૈભવ રેસીડન્સીની બાજુમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સમજુભાઈ ધરમશી વઘાસીયા (ઉ,વ,૪૯) કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં આવેલા ખાતામાં હીરા ઘસવાની મજુરી કરે છે. દરમિયાન રાત્રેના સુમારે કોઈ અજાણ્યાઓ સમજુભાઈ, તેમની બાજુમાં રહેતા સંદીપ અરવિંદ ચોવટીયા અને અજય લક્ષ્મણ દુધાતની મોટરસાઈકલ ચોરી કરી નાસી ગયા હતા. અજાણ્યાઓ ડુપ્લીકેટ ચાવી થી અથવા લોક તોડી બાઈક ચોરી ગયા હતા.
સવારે બાઈક ચોરી અંગેની જાણ સમજુભાઈ સહિત ત્રણેયને થઈ હતી. ઍક જ નાઈટમાં ઍક સાથે ત્રણ બાઈક ચોરી થતા લોકોમાં ભારે આક્રોષ ફેલાયો હતો. અને બનાવની જાણ પોલીસને કરવામાં આવતા સરથાણા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો. એક સાથે ત્રણ બાઈક ચોરી થતા મોટી વાહન ચોર ગેંગની સંડોવાયેલી હોવાની આશંકા છે. પોલીસે સમજુભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500