Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટી પાસેથી મોટર સાયકલની ચોરી

  • December 27, 2020 

રાજપીપળા ના ભરચક વિસ્તાર એવા સંતોસ ચાર રસ્તા પાસેની રાજેન્દ્ર નગર સોસાયટી પાસે પાર્ક કરેલી મોટર સાયકલ ની ચોરી થતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગોદાવરીબેન ચતુરભાઇ વસાવા રહે,રાજપરા,તા.નાંદોદ.ની ફરિયાદ અનુસાર તેમનો દિકરો સંજયભાઇ જન્મ થી મુકબધીર હોય જે હીરો હોન્ડા કંપનીની મોટર સાયકલ નંબર GJ-22 -E 8738  જેની કિંમત રૂપિયા 20 હજારની લઇ સાંજના પાંચેક વાગે કામ અર્થે બજારમાં ગયો હોય તેની મોટર સાયકલ સંતોષ ચાર રસ્તા રાજેન્દ્ર નગર સોસાયટી પાસે ગલીમાં સ્ટેરીંગ લોક કરી મુકેલ હતી ત્યાથી કોઇ અજાણ્યો ચોર ઇસમેં મોટર સાયકલનું સ્ટેરીંગ લોક તોડી મોટર સાયકલ ની ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે. (ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application