Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારડીમાં બંધ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી, પોલીસે CCTVનાં આધારે તપાસ હાથ ધરી

  • August 08, 2023 

પારડી શહેરમાં બાલાખાડી વિસ્તારમાં અતુલ પાર્ક-1માં ફ્લેટ નંબર-104માં સતિષ રવજીભાઈ પટેલ તેમની પત્ની દક્ષાબેન અને દીકરો દક્ષ તેમજ દીકરી ક્રુતિ સાથે રહે છે. જોકે સોમવારે સતિષભાઈની દીકરી અને દીકરો કોલેજ ગયા હતા. જયારે સતિષભાઈની કંપનીમાં રજા હોવાથી તેઓ પત્ની સાથે ફ્લેટ બંધ કરી સવારે 10 કલાકે વતન પારડીના સોંઢલવાડા મંદિર ફળિયાના ઘરે ગયા હતા. આ દરમિયાન સાંજે દીકરી ચારેક વાગ્યે કોલેજથી છૂટી ઘરે આવતા ફ્લેટનું તાળું તૂટેલુ જોઈ ગભરાઈ ગઇ હતી અને માતા પિતાને ફોન કરતાં પરિવારજનો વતનથી દોડી આવ્યા હતા અને ઘરમાં જોતા સરસામાન વેર વિખેર હતો અને કબાટ તૂટેલું હતું.



તપાસ કરતા ઘરમાં રાખેલ સોનાનું મંગળસૂત્ર, ચેઈન વીંટી, સહિતના 8થી 9 તોલાનાં દાગીના તેમજ રોકડ રૂપિયા 2 લાખ ગાયબ જણાતા તેઓએ તાત્કાલિક આ અંગે પારડી પોલીસને જાણ કરતા પી.આઈ સહીતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આજુબાજુ વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજથી ચોરનું પગેરૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ચોરીની ઘટનાને લઇ LCB પી.એસ.આઈ. પણ દોડી આવ્યા હતા. તસ્કરોએ ફ્લેટમાં ચોરી કરી એક પર્સ પણ લઈ ગયા હતાં. જેમાં ATM કાર્ડ અને રોકડાં રૂપિયા હતાં. રોકડ રકમ કાઢી લીધા બાદ સેલવાસમાં પર્સ ફેંકી ગયા હતા. જે પર્સ કોઈ સજ્જન વ્યક્તિને મળતા તેણે પર્સ ખોવાયું હશે સમજી પર્સમાં મળેલા નંબર આધારે પરિવારને ફોન કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application