Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડચીતમાં બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી

  • April 14, 2023 

ડોલવણના બેડચીત ગામમાં બંધ ઘરમાંથી સોના-ચાંદી સહિત રોકડ રકમની ચોરી થઇ હોવાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ ડોલવણના બેડચીત ગામના નદી ફળીયામાં રહેતા અને વાણંદ વ્યવસાય કરતા આશારામભાઇ ઉર્ફે આકાશ સીતારામભાઇ પવાર નાઓ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા તે સમય દરમિયાન તા.૦૪/૦૪/૨૦૨૩ કલાક ૦૦/૦૦ થી તા.૦૫/૦૪/૨૦૨૩ ના કલાક ૧૩/૦૦ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમો આશારામભાઇ ઉર્ફે આકાશ ભાઈના રહેણાક ઘરમા કબાટના લોકરમા મુકેલ સોના/ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા (૧) સોયદોરો સોનાનો ૧.૨૯૦ ગ્રામ રૂ.૪૭૫૦/- તથા (૨) ચેઈન સોનાની ૨.૧૫૦ ગ્રામ કિ.રૂ:૩૬૫૦/- તથા (૩) કલી રૂ.૭૨૫/- તથા (૪) સોના ની બેઠા રા.૮૨૦/- તથા (૫) ગોડી સોનાની રૂ.૪૨૫૦/- તથા (૬)ફોન્સા બંધક ૯.૩૪૦ ગ્રામ રૂ,૧૪૯૦/- તથા (૭) તુકડો સોનાનો ૬ ગ્રામ કિ.રૂ:૧૦૩૨૦/-ચાંદી ના ઘરેણા (૮) પાયલ જોડા :૦૨ રૂ.૧૧૧૯/- તથા (૯) ચાંદી ના સાકડા રૂ,૭૩૬/- તથા (૧૦) ચાંદીના કલ્લા રૂ.૧૧૪૬/- જે મળી કુલ્લે રૂ,૨૯,૦૦૬/- તથા રોકડા રૂ,૧૦,૦૦૦/- તથા બીલ વગરની વીટી નંગ:૧ સોનાની ૧ તોલા ની હતી,જે આશરે રૂ,૧૨,૦૦૦/- ની હતી, જે કુલ્લે કિ.રૂ.૫૧,૦૦૬/- જેટલા ઘરેણા તથા રોક્ડા રૂપિયા કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી લઈ નાશી છુટ્યો હતો.


બનાવ અંગે આશારામભાઇ ઉર્ફે આકાશ સીતારામભાઇ પવારએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમની ફરિયાદના આધારે પોલીસે તા.૧૨/૦૪/૨૦૨૩ નારોજ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application