Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ભીમપુરા ગામે ઘરનાં આંગણે મુકેલ બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

  • May 11, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ભીમપુરા ગામનાં દેવળ ફળિયામાં ઘરનાં આંગણે મુકેલ બાઈકની ચોરી થયાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ભીમપુરા ગામનાં દેવળ ફળિયામાં રહેતા યાકુબભાઈ છિતિયાભાઈ ગામીત નાઓએ ગત તારીખ 29/04/2024નાં રોજ બાઈક નંબર GJ/19/Q/2607 જેની કિંમત રૂપિયા 15 હજાર હતી જે પોતાના ઘરે પાર્ક કરી હતી. જોકે આ પાર્ક કરેલ બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે યાકુબભાઈ ગામીત નાંએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાયવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application