મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં અણુમાલા ટાઉનશીપનાં એક બંધ ઘરમાંથી અજાણ્યા ચોર ઈસમ રૂપિયા ૧.૨૬ લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં અણુમાલા ટાઉનશીપ ખાતે રહેતા શૈલેષભાઈ ત્રિભુવનદાસભાઈ પટેલ (મૂળ રહે.શયાજીનગર, તા.વિજાપુર, જિ.મહેસાણા)નાઓના ઘરમાં ગત તારીખ ૨૮/૦૯/૨૦૨૪નાં રોજ કોઈ અજાણ્યા ચોર ઇસમે ઘરનાં મુખ્ય દરવાજાનું તાળુ અન્ય કોઇ સાધન વડે ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ ઘરનાં અંદરનાં બેડરૂમમાં મુકેલ લાકડાનાં કબાટને કોઈ સાધન વડે ખોલી તેમા મુકેલ બ્રાઉન કલરની લેધર બેગમાંથી રૂપિયા ૫૦૦/-નાં બે બંડલ તથા બીજા રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦/- તથા ડ્રેસીંગ ટેબલ ઉપર રાખેલ લેડીશ ઘડીયાળ જેમાં એક ટાઇટન કંપનીની તથા બીજી બે ઘડીયાળ જેની આશરે કિંમત રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૬,૦૦૦/-ની ચોરી કરી અજાણ્યો ચોર ઈસમ ભાગી છૂટો હતો. બનાવ અંગે શૈલેષભાઈ પટેલનાંએ તારીખ ૩૦/૦૯/૨૦૨૪નાં રોજ કાકરાપાર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500