વ્યારાનાં કપુરા ગામના બસ સ્ટેશન ફળીયામાંથી રાત્રિના સમયે ઘરમાંથી લોખંડની તિજોરીનાં દરવાજાનું લોક તોડી લોકરમાંથી ઘરેણા અને રોકડ રૂપિયાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ ફરાર થઈ જતાં પોલીસે મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કપુરા ગામના બસ સ્ટેશન ફળીયામાં રહેતા સંદીપભાઈ સુરેશભાઈ પંચાલ જેઓની દુકાન આવેલી છે જોકે તેઓ ગત તારીખ ૨નાં રોજ રાત્રિના સમયે ચોરો દુકાનના શટરના તાળા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ઘરમાં મુકેલી લોખંડની તિજોરીનાં દરવાજાનું લોક તોડી લોકરમાં મુકેલી એક સોનાની ચઈન આશરે ૧ તોલાની તથા બે જોડ સોનાની કાનની બુટ્ટી આશરે ૨.૫ ગ્રામ તથા સોનાનું પેન્ડલ આશરે ૧.૫ ગ્રામ મળી કુલ રૂપિયા ૧,૧૦,૦૦૦/-નાં ઘરેણાં તથા રોકડા રૂપિયા ૮૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે સંદીપભાઈ પંચાલ નાંએ વ્યારા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500