રાજપીપલા ખાતેની સિવિલ હોસ્પીટલમાં 2-3 દિવસ પહેલા જ કર્મચારીઓની હાજરી પુરતું બાયોમેટ્રિક મશીન કોમ્પ્યુટર સાધનોની ચોરી થઈ હતી. બનાવ અંગે નર્મદા એલસીબી દ્વારા જરૂરી સર્વેલન્સ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ચોરીનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. બનાવની વિગત એવી છે કે, રાજપીપલા સિવિલ હોસ્પીટલમાંથી રાત્રીના સમય દરમિયાન કોઈ અજાણ્યો ચોર બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ મશીનની સ્ક્રીન, કી-બોર્ડ તથા માઉસની ચોરી થતાં રાજપીપલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો.બનાવ અંગે પોલીસે તપાસમાં રાજપીપલા સિવિલ હોસ્પીટલના સીસીટીવી ફુટેજ તેમજ હોસ્પીટલના સ્ટાફની પુછપરછ દરમિયાન એક અજાણ્યો ઇસમ સદર કોમ્પ્યુટરના સાધનોની ચોરી કરતા જણાઇ આવેલ જે ગુનાની તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે આ અજાણ્યા ચોરની તપાસ હાથ ઘરવામાં આવેલ હતી અને તપાસ દરમિયાન ગત તા.31મી ડિસેમ્બરના રોજ કોમ્બીંગ નાઇટમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રાજપીપલા ખાતે રહેતો ધવલ માછીના પાસે હોસ્પીટલ ખાતે થયેલ ચોરીના કોમ્પ્યુટરના સાધનો હોવાની બાતમી મળતા સદર ધવલ માછીને ઝડપી ચોરીના કોમ્પ્યુટરના સાધનો વિશે પુછપરછ કરતાં તેને ગુનાની કબુલાત કરતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application