મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં ગોલણ ગામે નિવૃત અધિકારીના બંધ ઘરમાંથી તિજોરીમાં મુકેલ રોકડ રૂપિયા 1,10,000/-ની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં ગોલણ ગામનાં ખાખર ફળિયામાં રહેતા રંજનકુમાર લાલસિંહ પટેલ જેઓ વન વિભાગમાં DFO તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2015માં નિવૃત થયા હતા. જોકે રંજનકુમાર પટેલ ગત તારીખ ગત તારીખ 04/01/2024નાં રોજ તેમની પત્ની ચંદનબેન સાથે પ્રવાસ અર્થે ગયા હતા. જોકે તે દરમિયાન તેમના બંધ ઘરની બારી ખોલી બારીમાં ફિટ કરેલ લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તેમાંથી મકાનની અંદર પ્રવેશ કરી બેડ રૂમમાં મુકેલ કબાટનો દરવાજો અને તિજોરીને કોઈક ચીજ વસ્તુથી ખોલી તિજોરીમાં મુકેલ રોકડ રૂપિયા 1,10,000/-ની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ભાગી છુટ્યો હતો. બનાવ અંગે નિવૃત અધિકારી રંજનકુમાર પટેલ નાંએ ગત તારીખ 12/01/2024નાં રોજ વાલોડ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500