Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીનો ભેદ ઉકેલાયો, વ્યારામાં બાઈકની ડીકી માંથી રૂપિયા એક લાખની ચોરી કરી ફરાર થયેલ આરોપી પોલીસ પકડમાં, તાપી પોલીસે ટ્રાન્સફર વોરેન્ટથી ભુજથી કબજો મેળવ્યો

  • February 25, 2023 

વ્યારાના ડુંગર ગામે રહેતા અને ઈંટના ભઠ્ઠાના વ્યવસાય કરતો શખ્સ મજૂરીના પૈસા લેવા માટે વ્યારા ખાતે મોટરસાયકલ પર આવ્યો હતો અને બેંકમાંથી એક લાખ રૂપિયા ઉપાડી મોટર સાયકલની ડીકીમાં મૂક્યા હતા. જોકે બાઈક પાર્ક કરી વ્યારા નગરમાં આવેલ આવેલ બહુચરાજી માતાજીના મંદિરના સામે પાન ના ગલ્લા પર માવા ખાવા ગયો હતો તે દરમિયાન કોઈ ભેજાબાજ ચોર ઈસમે બાઈકની ડીકીમાંથી રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યો હતો. જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી.આ ચોરીની ઘટનામાં આરોપી પોલીસની પકડમાં આવ્યો છે.


 

મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ડુંગર ગામના વિસ્તારમાં જગદીશભાઈ દેવજીભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે રહેતા અને ઈંટ પાડવાના વ્યવસાય કરતા હોય,એમના ઈંટના ભઠ્ઠા પર મજૂરોને મજૂરી આપવાની હોય તા.૨૪મી જાન્યુઆરી નારોજ જગદીશભાઈ પ્રજાપતિ તેમની બાઇક નંબર જીજે/૧૯/કે/૯૮૬૬ લઈને વ્યારા આઇડીબીઆઇ બેંકમાં ગયા હતા. જ્યાં એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા, જે પૈસા તેમણે પોતાની બાઇકની ડીકીમાં મૂક્યા હતા. જે બાદ ત્યાંથી તેમણે વ્યારા નગરના બહુચરાજી માતાના મંદિર પાસે આવેલા ચિરાગ પાન સેન્ટર પર પહોંચ્યા હતા અને બાઈક પાર્ક કરી માવો લેવા માટે પાનના ગલ્લે ગયા હતા એ દરમિયાન કોઇક અજાણ્યો ચોર શખ્સ બાઇક પાસે આવ્યો હતો અને ડિકી માંથી રૂપિયા ભરેલી થેલી ચોરી કરી નાશી છુટ્યો હતો. જોકે સમગ્ર ઘટના ચિરાગ પાન સેન્ટરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.




બનાવની જાણ થતા વ્યારા પોલીસ અને એલસીબી ઘટના સ્થળે પહોચી સીસીટીવીના ફૂટેજો મેળવી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી હતી.આ ચોરીની ઘટનામાં તપાસ આરોપી ગણેશ શ્રીનિવાસ નાઈક (ઉ.વ.૩૦) રહે, રતનપોળ, કાલુપુર અમદાવાદ મૂળ રહે,શિવમંદિર કચ્ચીબસ્તી અંબરનાથ-મુંબઈ (મહારાષ્ટ્ર) નાને ટ્રાન્સફર વોરેન્ટથી ભુજથી કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application