સુમુલડેરી રોડ ખાતે સહયોગ સોસાયટીમાં રહેતા માળી સપરિવાર અંબાજી દર્શને ગયા હતા ત્યારે પાર્કીંગમાં આવેલી ઓફિસની બારીના છજા ઉપર ચઢી પહેલા માળે ગેલેરીમાં આવી ખોવાયેલી ચાવી વડે દરવાજા, કબાટ ખોલી તસ્કરોઍ ૨૫ તોલા સોનાના દાગીના અને રોકડ મળી રૂ.૯.૪૦ લાખની ચોરી કરી હતી. પરત ફરેલા માળીને ચોરીની જાણ થતા મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા થતી વિગતો મુજબ સુમુલ ડેરી રોડ સ્થિત સહયોગ સોસાયટી ઘર નં.૧૦ માં રહેતા અને લાલદરવાજા મેઇન રોડ હિમસન બંગલાની સામે અંબિકા ફુલઘરના નામે દુકાન ધરાવતા ૫૯ વર્ષીય માળી મુકેશભાઇ હસમુખભાઇ માળી ગત શુક્રવારે સવારે ભાડાની ગાડી કરી સપરિવાર અંબાજી, સાળંગ પૂર,ડાકોરના દર્શને ગયા હતા. ગતરાત્રે ૯ વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.
તસ્કરોઍ પાર્કીંગમાં આવેલી ઓફિસની બારીના છજા ઉપર ચઢી પહેલા માળે ગેલેરીમાં આવી ખોવાયેલી ચાવી વડે દરવાજા, કબાટ ખોલી રૂ.૭.૫૦ લાખની કિંમતના ૨૫ તોલા સોનાના દાગીના અને રોકડા રૂપીયા ૯૦ હજાર મળી કુલ રૂ.૮.૪૦ લાખની મત્તાની ચોરી કરી હતી. પરિવારને ચાવીનો ઝુમખો ચોરાયો કયો હતો તેની જાણ ન હતી અને તસ્કરોઍ તે જ ઝુમખાંની મદદથી દરવાજા, કબાટ ખોલી ચોરી કરી હતી અને ઝુમખો બેડરૂમના દરવાજાના લોકમાં છોડીને ગયા હતા.
ચોરી અંગે મુકેશભાઇઍ મહિધરપુરા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. માળીના ઘરે સીસીટીવી આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500