પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'નાં નિઝામ સરક્ટિ એટલે કે, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં થિયેટરમાં રીલીઝ કરવાના રાઈટ્સ 170 કરોડમાં વેચાતા પ્રભાસનાં જીવમાં જીવ આવ્યો છે. 'બાહુબલી' પચી પ્રભાસની બે મોટી ફિલ્મો નિષ્ફળ ગઈ હોવાથી તેનું સ્ટારડમ ટકી રહે તે માટે આ ફિલ્મ સુપરહિટ થવી બહુ જરુરી છે. મૂળ ગત જાન્યુઆરીમાં રીલીઝ થનારી ફિલ્મનું ટીઝર રીલીઝ થયું ત્યારે અતિશય નબળાં વીએફએક્સ તથા સૈફ અલી ખાનના મધ્યયુગીન શાસક જેવા લૂકના કારણે ભારે ટીકાઓ થઈ હતી.
તેના લીધે ફિલ્મ માટે ભારે નેગેટિવ પબ્લિસિટી સર્જાઈ હતી. તે પછી મેકર્સ દ્વારા ફિલ્મની રીલીઝ ટાળવામાં આવી હતી અને હવે આગામી જૂનમાં રીલીઝ કરવાનું નક્કી થયું હતું. તે દરમિયાન ફિલ્મના વીએફએક્સમાં પણ મોટાપાયે સુધારા કરાયા છે. હવે ફિલ્મના બે ગીત રીલીઝ થઈ ચૂક્યાં છે અને બંને ગીતોને સારો પ્રતિસાદ મળતાં સર્જકોને ફિલ્મ ચાલી જવાની આશા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application