બીજી લહેર દરમિયાન ગુજરાતનાં વડોદરાની હોસ્પિટલે એક વ્યક્તિને કોરોનાને કારણે મૃત જાહેર કર્યો હતો અને પરિવારને તેનું મૃત શરીર પણ સોંપી દીધું હતું. મૂળ મધ્યપ્રદેશના ધારના રહેવાસી કમલેશ પાટીદાર 2 વર્ષ બાદ અચાનક જ ઘર આંગણે આવી પહોંચતા પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. પોલીસે આ અંગે કમલેશ પાટીદારનું નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.
કમલેશ પાટીદાર 2021માં બીમાર પડતાં તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાદમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યોએ તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. કમલેશના પિતરાઈ ભાઈ મુકેશ પાટીદારે જણાવ્યું હતું કે, હવે, તે ઘરે પાછા આવ્યા પરંતુ આ સમયગાળા દરમિયાન તે ક્યાં રહ્યા તે વિશે કંઈપણ જાહેર કર્યું નથી.
કમલેશ પાટીદાર 2021માં બીમાર પડતાં તેને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બાદમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. પરિવારના સભ્યોએ તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. કમલેશના પિતરાઈ ભાઈ મુકેશ પાટીદારે જણાવ્યું હતું કે, હવે, તે ઘરે પાછા આવ્યા પરંતુ આ સમયગાળા દરમિયાન તે ક્યાં રહ્યા તે વિશે કંઈપણ જાહેર કર્યું નથી.કમલેશ પાટીદારને અચાનક જ ઘરે જીવિત પરત ફરેલા જોઈ તેનો પરિવાર થોડો સમાય માટે સ્તબ્ધ થઈ ગયો હતો અને સાથે ખુશ પણ થયો હતો. જોકે, કામલેશે પોતે આ બે વર્ષ દરમિયાન ક્યાં હતા અને શું કર્યું? તેવી કોઈ બાબતોની સ્પષ્ટતા કરી ન હતી.
કનવાન પોલીસ સ્ટેશનના ઇનચાર્જ રામ સિંહ રાઠોડે જણાવ્યું કે, પરિવારના સભ્યોના કહેવા મુજબ કમલેશને 2021માં કોવિડ થતાં તેને વડોદરામાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરતાં પરિવારે ગુજરાતમાં જ તેની અંતિમ વિધિ કરી ગામડે પરત ફર્યા હતા. આજે બે વર્ષ બાદ શનિવારે જ્યારે કમલેશ ઘરે પરત ફર્યો ત્યારે ઘરના સભ્યોને ખબર પડી કે તે હજુ જીવિત છે. પોલીસ ઓફિસરે કહ્યું કે, કમલેશ રાઠોડના નિવેદન બાદ જ સાચી હકીકત સામે આવશે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500