Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવાની ધમકી આપનાર યુવક પકડાયો, પોતાની ચેનલ પર ફોલોઅર્સ કે લાઇક્સ ન મળતા તેણે ફેમસ થવા માટે આ કૃત્ય આચર્યું

  • October 12, 2023 

આગામી 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાનની મેચ પૂર્વે બીસીસીઆઈને અત્યારસુધીમાં ત્રણ વખત ઈમેઇલ થકી ધમકી મળી છે. તાજેતરમાં બીસીસીઆઈને ધમકી મળી તેમાં લખ્યું હતું કે, ઇસ બાર મોદી કે ગુજરાત સ્ટેડિયમ મે ધમાકા હોગા સબ લોગો સતર્ક રહે. આ ધમકીભર્યા મેઇલને પગલે પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવા તખ્તો ઘડી નાખ્યો હતો.



જોકે મેચ યોજાય તેના બે દિવસ પહેલાં જ ક્રાઇમ બ્રાંચની ટીમ ઇમેઇલ કરનાર યુવક સુધી પહોંચી ગઈ અને તેને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ યુવક રાજકોટમાં મજૂરી કામ કરે છે. સાથેસાથે પોતાની યૂ-ટયૂબ ચેનલ ચલાવે છે. પોતાની ચેનલ પર ફોલોઅર્સ કે લાઇક્સ ન મળતા તેણે ફેમસ થવા માટે આ કૃત્ય આચર્યું હતું.પોલીસની પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું કે,આ આરોપી અગાઉ સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે વર્ષ માટે જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓને પગલે અમદાવાદ પોલીસ, ગ્દજીય્, પેરામિલિટ્રરી ફોર્સના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શનિવારે ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદમાં યોજાનારી છે. ત્યારે મંગળવારે બપોરે કરણમાવી નામની ઇમેઇલ આઇડીથી BCCIને મેઇલ મળ્યો હતો. જેમાં ઇમેઇલ કરનાર શખ્સે ધમકી આપી હતી કે, ઇસ બાર મોદી કે ગુજરાત સ્ટેડીયમ મે ધમાકા હોગા સબ લોગો સતર્ક રહે 14.10.2023 યાદ રખના સબ કરી રૂહ કાપ જાયેગી. આ ઇમેઇલને પગલે BCCIએ તાત્કાલિક અમદાવાદ પોલીસ, સુરક્ષા એજન્સીઓનું ધ્યાન દોર્યું હતુ. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇમેઇલ અંગે મંગળવારે રાત્રે ફરિયાદ નોંધીને ઇમેઇલ એડ્રેસને ટ્રેસ કર્યું હતું, જેમાં ઇમેઇલ કરનાર રાજકોટમાં રહેતો કરણ દરીયાવ માવી હોવાનું સામે આવ્યું હતું.



આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તેની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યુ કે, કરણે વર્ષ 2018માં મધ્યપ્રદેશના ધામનોદ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આથી તેની વિરૂદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાતા તે બે વર્ષ જેલની હવા ખાઇ ચૂક્યો છે. જેલમાંથી છૂટયા બાદ કરણ માવી તેના બહેન બનેવી સાથે રાજકોટ ખાતે રહેતો અને છૂટક મજૂરી કરતો હતો.




આ ઉપરાંત, કરણે યૂ-ટયૂબ પર ખેડૂતલક્ષી માહિતી આપવા માટે તેણે ચેનલ બનાવી છે. તે ટિકટોક જેવી અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશન પર વીડિયો બનાવીને પોસ્ટ કરતો હોય છે પરંતુ તેણે લાઇક, કોમેન્ટ અને ફોલોઅર્સ મળતા ન હતા. બીજી તરફ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકીઓના ન્યૂઝ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલતા હોવાથી કરણે તેનો ફાયદો ઉઠાવીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા તેમજ ફોલોઅર્સ વધે તે માટે તેણે BCCIને ઇમેઇલ કરીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application