મિતગૃપ નર્મદા ના યુવાનો 6 વર્ષ થી ઇમરજન્સી માં બ્લડ ની સેવા આપે છે અને અત્યાર સુધી 4 વાર બ્લડ કેમ્પ પણ કર્યા છે અને કોરોના ના કપરાકાળ માં બ્લડ ની અછત હોવાથી રોજબરોજ બ્લડની અછત સર્જાય છે જેમાં મિતગૃપ રોજબરોજ લોકો માટે આશીર્વાદ રુપ કાર્ય કરી જરૂરિયાતમંદ લોકો ને બ્લડ ની સેવા આપે છે .
આજે રાજપીપળા સોનિવાડ વિસ્તાર,નાંદોદ તાલુકાના ખોજલવાસા ગામ તથા ડેડીયાપાડા ના અંતરિયાળ ચોપડી ગામ મળી આમ ત્રણ ગામના અલગ અલગ દર્દી ને ત્રણ યુનિટ બ્લડ ની સેવા આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યુ હતું.મિત ગ્રુપ ના યુવાનો હંમેશા આવા સેવાકાર્ય માટે તત્પર રહી જરૂરિયાતમંદ લોકો ને નિઃસ્વાર્થભાવે પોતાની સેવા આપતા આવ્યા હોય નર્મદા જિલ્લામાં આરોગ્ય બાબતે ની સેવાઓ કથળેલી જોવા મળે છે તેવા સમયે આવા બીજા કેટલાક ગ્રુપ ના યુવાનો બીમાર દર્દીઓ માટે ખાસ મદદરૂપ સાબિત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application