Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેલ્ફી લેતાં પગ લપસી જતાં ધોધનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું

  • June 05, 2024 

કોડીનાર નજીકના જામવાળા અને ઘાંટવડની હદમાં આવેલા સુપ્રસિધ્ધ જમજીર ધોધમાં ધ્રોલનો યુવક  સેલ્ફી લેતા પગ લપસી જતા ધોધના ઊંડા પાણીમાં ડૂબી જતા તેનું કરુણ મૃત્યુ થયું છે. પરિવાર તથા મિત્રો સાથે યુવાન ફરવા આવ્યો હતો અને દુર્ધટના બની હતી. તરવૈયાઓની મદદથી ત્રણ કલાકની જહેમત બાદ યુવકનાં મૃતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢયો હતો. આ બનાવની હકીકત એવી છે કે, ધ્રોલ ગામના પરેશભાઈ પરસોત્તમભાઈ પરમાર (ઉ.વ.34) તેમના પત્ની અને બે બાળકો તેમજ તેમના મિત્રો અને તેમના પરિવાર સાથે જમજીરનો ધોધ જોવા અને ફરવા સવારે આવ્યા હતા.



તે દરમિયાન શિંગોડા ડેમમાંથી પાણી છોડાતા ધોધનો નજારો અનેરો હતો. ધોધ જોવા આવેલા પરેશભાઈ ધોધની નજીક જઈને મોબાઇલમાં સેલ્ફી લેતા હતા. એ દરમિયાન અચાનક તેમનો પગ લપસતા ધોધના ઊંડા ઘૂનામાં ગરક થઈ ગયા હતા. બનાવ અંગે કોડીનાર પોલીસમાં જાણ કરવામાં આવતા કોડીનાર પોલીસત કોડીનાર મામલતદાર ત તેમજ ગીર ગઢડાના મામલતદાર તુર્તજ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વેરાવળ ફાયર બ્રિગેડને જાણ કરીને તેમના ચુનંદા તરવૈયાઓની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી જમજીરના ધોધના પાણીમાં ત્રણ કલાકની શોધખોળ બાદ યુવાનના મૃતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢયો હતો. મૃતક પરેશભાઈને ચાર વર્ષની દીકરી અને બે વર્ષનો દીકરો છે. તેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application