Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું મોત નિપજ્યું

  • July 18, 2024 

ગાંધીનગરનાં ધોળાકુવાના સર્વિસ રોડ ઉપર બાઈક સ્લીપ થઈ યુવકનું મોત થયું હતું. બનાવ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ગાંધીનગરમાં હાલ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેર નજીક આવેલા ધોળાકૂવામાં રાત્રિના સમયે બાઇક લઈને પસાર થતા યુવકનું બાઈક સ્લીપ ખાઈ જતા તેનું મોત થયું છે.


બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ધોળાકૂવામાં દશામાતાના મંદિર પાસે રહેતા અને મૂળ બિહારના વતની એવા સામુકુમાર ઉર્ફ પિન્ટુ દયાનંદપ્રસાદ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેનો જુડવા ભાઈ રામુકુમાર ઉર્ફે મોન્ટુ તેનું બાઇક લઈને ધોળાકુવા સવસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ બાઈક સ્લીપ ખાઈ જતા તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.


આ અકસ્માતની ઘટનાઓને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને તેને ગાંધીનગર સિવિલથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી અકસ્માતની આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસ દ્વારા દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application