નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ગામમાં એક યુવાને કોઈક કારણોસર પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સેલંબા ગામ માં રહેતા સુરપસિંગ ભાઈ દિત્યાભાઈ વસાવાના મકાન માં ભાડે રહેતા ફુલચંદ મંગલસિંગ વર્મા (ઉ.વ.28)મૂળ રહે,રાજસ્થાન એ કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ મોભની વળી સાથે લટકાવેલ સીલીંગ પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળાના ભાગે ગાળીયો બનાવી ગળે ફાંસો ખાય જતા મોત ને ભેટ્યો હતો. આ બાબતે સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application